GSTV
Finance Trending

લારી-ગલ્લા વાળાને વગર કોઈ ગેરન્ટીએ સરકાર આપી રહી છે 50,000 રૂપિયા સુધીની લોન! આ રીતે કરો એપ્લાય

PM Svanidhi Scheme: કોરોના મહામારી (Covid-19) ના કારણે દેશના ગરીબ વર્ગને ખૂબ જ નુકસાન પહોંચ્યું અને લાખો લોકોનો રોજગાર ખતમ થઈ ગયો છે. તેમાં એક મોટો ભાગ લારી-ગલ્લાવાળા લોકોનો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણીવાર લૉકડાઉનનો સહારો લીધો. એવામાં રોજ કમાઈને ખનારા લોકોને ભારે આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું છે.

એવામાં કેન્દ્ર સરકારે લારી-ગલ્લાવાળા લોકોની મદદ માટે અને તેમને બીજીવાર પોતાનું કામ શરૂ કરવા માટે ‘પીએમ સ્વનિધિ યોજના’ (PM Svanidhi Yojana)ની શરૂઆત કરી છે. આ યોજના માટે સરકાર રસ્તાની બાજુમાં પાથરણા કે દુકાન લગાવનારા અને નાના વેપારીઓને 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપે છે.

વગર કોઈ ગેરન્ટીએ મળે છે લોન

‘પીએમ સ્વનિધિ યોજના’ (PM Svanidhi Yojana) અંતર્ગત મળતી લોનમાં કોઈ પ્રકારની લોન ગેરન્ટીની જરૂર નથી હોતી. આ એક કોલેટ્રલ ફ્રી લોન (Collateral Free Loan) એટલે કે વગર ગેરેન્ટીએ ફ્રી બિઝનેસ લોન છે. એવામાં આ સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક શાનદાર સ્કીમ સાબિત થઈ રહી છે. આ લોનને સ્ટ્રીટ વેન્ડર્સ પોતાના બિઝનેસને વધારવા માટે વારં-વાર લઈ શકે છે. સૌથી પહેલીવારમાં તમને 10,000 રૂપિયાની લોન મળે છે. આ લોનની ચૂકવણી તમે દર મહિને કરી શકો છો.

દીકરી

લોનને ચૂકવવા માટે મળે છે આટલો સમય

જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ખાસ યોજનામાં સ્ટ્રીટ વેન્ડર્સને લોન (Loan for Street Vendors) ચૂકવવા માટે પર્યાપ્ત સમય મળે છે. તમે એકવાર લોન લીધા બાદ તેને 12 મહિના એટલે કે 1 વર્ષમાં ચૂકવી શકો છો. તમે ઈચ્છો તો દર મહિનાના હપ્તામાં આ લોનની ચૂકવણી કરી શકો છો. તેના માટે તમારી પાસે આધાર કાર્ડ જરૂરી રીતે હોવું જોઈએ.

પીએમ સ્વનિધિ યોજના માટે અરજીની પ્રોસેસ

આ યોજના માટે તમે કોઈ સરકારી બેંકમાં જઈને અરજી કરી શકો છો.
તમે બેંકમાં જઈને પીએમ સ્વનિધિ યોજનાનું ફૉર્મ ભરો.
આ સાથે આધારની કૉપી આપો.
ત્યાર બાદ બેંક તમારી લોનને એપ્રૂવ કરી દેશે.
તમને હપ્તામાં લોનના પૈસા મળી જશે.

READ ALSO

Related posts

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja
GSTV