GSTV
Finance Trending

ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ

દેશમાં નાના વેપાર ધંધાઓને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે નાના વેપારીઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જે યુવાનો પોતાનો કંઈક નવો રોજગાર શરૂ કરવા માગતા હોય તેઓને ગેરંટર વિના 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. સરકારે આ યોજના ખાસ કરીને સ્ટ્રેટ વેન્ડર્સ માટે શરૂ કરી હતી. જેમનો કોરોનાકાળમાં ધંધાને ખૂબજ મોટી અસર થઈ હતી. આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. સરકારે આ યોજનાને 2024 સુધી લંબાવી છે.

GST

પીએમ સ્વનિધિ યોજના હેઠળ, સ્ટ્રીટ વેન્ડર્સને તેમનું કામ ફરીથી શરૂ કરવા માટે રૂપિયા 10 હજાર સુધીની લોન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે લોનના વ્યાજ પર સબસિડી પણ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત લીધેલી લોનની ચુકવણી કરે છે, તો તેને બીજી વખત 20 હજાર રૂપિયા અને ત્રીજી વખત 50 હજાર રૂપિયા સુધીની લોન માટે પાત્ર માનવામાં આવે છે.

પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ લોન માટે કોઈ ગેરંટર આપવાની જરૂર નથી. એકવાર અરજી મંજૂર થઈ જાય પછી લોનની રકમ 3 મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ લોન એક વર્ષના ગાળા માટે હોય છે. આ લોનના હપતામાં દર મહિને તેની ચૂકવણી કરવામાં આવે છે.

લાભાર્થીએ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ સરકારી બેંકમાં અરજી કરી શકે છે. તમામ સરકારી બેંકોમાંથી આ યોજનાનું ફોર્મ મેળવીને એપ્લાય કરી શકાય છે. લાભાર્થીએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી પડશે. અરજી મંજૂર થયા પછી પહેલા મહિનાનો હપતો તમારા ખાતામાં જમા થશે.

ફૂટપાથ પર ધંધો કરતા સ્ટ્રેટ વેન્ડર માટે કેશબેક સહિતની ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ યોજનાના બજેટમાં વધારો કર્યો છે. સરકારે આશા વ્યક્ત કરી છે કે શહેરી વિસ્તારના લગભગ 1.2 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ 25 એપ્રિલ 2022 સુધી 31.9 લાખ લોન મંજૂર કરવામાં આવી હતી. આ સિવાય 29.6 લાખ લોન ધારકોના હિસાબથી 2,931 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. સબસિડી વ્યાજના રૂપમાં 51 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel
GSTV