વર્ષ 2016માં મોદી સરકાર Stand Up India સ્કીમની શરૂઆત કરી હતી. જેનો હેતુ બસ એક જ હતો દેશમાં કારોબાર ઉદ્યોગ ધંધાને વેગ આપવાનો. આ સ્કિમ હેઠળ લાભાર્થીને 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી. જે લોકો યોગ્ય પાત્ર હોવા છતાં એટલા સક્ષમ નહોતા કે પોતાનો કારોબાર ઊભો કરી શકે અથવા વિસ્તારી શકે. તેમની મદદ માટે સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કિમ લાવવામાં આવી છે.

આ લોન ફક્ત ગ્રીન ફિલ્ચ વેન્ચર માટે ઉપલબ્ધ
જણાવી દઈએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ, પછાત વર્ગ (OBC) અને મહિલા ઉદ્યોગકર્મીને આ સ્કિમ હેઠળ લોન આપવામાં આવતી હતી. જો લોન માટે કોઈ એપ્લાય કરવા ઈચ્છે છે તો જાણી લે કે એના માટે તમારે ઉપર લખેલી ચાર કેટેગરીમાંથી કોઈ એક કેટેગરી અંતર્ગત ઉદ્યમી હોવા જરૂરી છે. જણાવી દઈએ કે આ લોન ફક્ત ગ્રીન ફિલ્ચ વેન્ચર માટે ઉપલબ્ધ છે. ગ્રીન ફિલ્ડ વેન્ચરનો અર્થ છે લાભાર્થીને પહેલા વેન્ચરથી છે. આ લોન ફક્ત સર્વિસ, મેન્યુ ફેક્ચરિંગ અથવા ટ્રેડિંગ સેક્ટરવાળા લોકો જ લઈ શકે છે. લોન લેવા માટે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે લાભાર્થી કોઈ પણ બેંકનો ડિફોલ્ટર ના હોવો જોઈએ.
આ ડોક્યુમેન્ટની પડે છે જરૂર
જો તમે પણ આ લોન લેવા એપ્લાય કરવા ઈચ્છો છો તો આ તમામ ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખો.
- ઓળખકાર્ડ ( આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્સન કાર્ડ વગેરે ફોટો આઈડી)
- પાનકાર્ડ
- બિઝનેસનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (મહિલાઓ માટે જરૂરી નથી)
- આઈટીઆર (ઈન્કમટેક્ષ રિટર્ન) ની કોપી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક સ્ટેટમેન્ટ
- રેન્ટ એગ્રીમેન્ટ
- પ્રોજેક્ટ રિપોર્ટ

Stand Up India હેઠળ ખૂબજ ઓછા દરે લોન
Stand Up India હેઠળ ખૂબજ ઓછા દરે લોન આપવામાં આવે છે. આ બેઝિક રેટ +3 ટકા +ટેન્યોર પ્રિમીયમથી વધારે નથી હોતું.
સ્ટેન્ડઅપ ઈન્ડિયા હેઠળ જો તમે લોન લો છો તમારે 7 વર્ષની અંદર તેને ચુકવવી પડશે. એમાં 18 મહિનાનું મોરેટોરિયમનો ટાઈમ લિમિટ પણ આપવામાં આવે છે.
કોઈ પણ બેંકની બ્રાન્ચથી લોન લઈ શકાય
સ્ટૈન્ડ અપ ઇન્ડિયા સ્કિમ હેઠળ કોઈ પણ બેંકની બ્રાન્ચથી લોન લઈ શકાય છે. જો તમે લોન લેવા માટે એપ્લાય કરવા ઈચ્છો તો તમારા નજીકના કોઈ પણ બેંકમાં એપ્લાય કરી શકાય છે. સરકારે એટલા માટે ઓનલાઈન એપ્લિકેશનની પણ સુવિધા આપેલી છે. એટલા માટે સ્ટેન્ડ અપ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ https://www.standupmitra.in/ વિઝિટ કરે. ત્યાંથી તમે તમારી તમામ માહિતી મળી શકે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ