GSTV

જલ્દી કરો! આ સ્કીમમાં દરરોજ 2 રૂપિયાનું રોકાણ કરી વર્ષે મેળવો 36 હજાર, અહીંયા કરો રજીસ્ટ્રેશન

ઓછી સેલરીવાળા અને અસંગઠિત ક્ષેત્રના કારીગરોને મોરચા પર ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વધતી મોંઘવારીની વચ્ચે અસંગઠિત ક્ષેત્રથી જોડાયેલા કારીગરોને બચત કરવુ ખૂબ જ મુશ્કેલે હોય છે. બચત કરવી ખૂબ જ જરૂરી માનવામાં આવ્યા છે. એવુ એટલા માટે છે કે, કારણ કે, કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં અમારી બચત જ અમારી કામ આવે છે. આવા કારીગરોને રિટાયરમેન્ટ બાદ સમયની પણ ચિંતા સતાવવા લાગે છે.

લાભાર્થીને એક નિશ્વિત પેંશન

રિટાયરમેન્ટ બાદ આર્થિક પરિસ્થિતિ કેવી રીતે ઘરનો ખર્ચ કેવો ચાલશે વગેરે. એવામાં અસંગઠિત ક્ષેત્રના મેહનત કરનાર લોકો માટે કેન્દ્ર સરકાર શ્રમયોગી માનધન યોજના ચલાવે છે. તે થકી 60 વર્ષની ઉંમરનો પડાવ કર્યા બાદ લાભાર્થીને એક નિશ્વિત પેંશન ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં દરરોજ 2 રૂપિયા બચાવીને પણ ફાયદો મળી શકે છે. આવુ કરી તમારે વર્ષના 36 હજાર રૂપિયાનું રિટર્ન મેળવી શકાશે.

મહિનાની આવક 15 હજાર રૂપિયાથી વધારે

આ સ્કીમ સાથે તમે ત્યારે જોડાઈ શકો છો, જ્યારે તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો. તે સિવાય ઉંમર 18 વર્ષથી 40 વર્ષ સુધી હોવી જોઈએ. મહિનાની આવક 15 હજાર રૂપિયાથી વધારે હોવી જોઈએ. સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરનારા અથવા એવા લોકો જેનું પીએફ અથવા ESIC કપાઈ છે. તેઓ તેનો લાભ લઈ શકશે નહી. ઈનકમ ટેક્સના દાયરામાં આવતા લોકો પણ તેનાથી બહાર છે.

આ યોજનામાં જોડાઈ રોકાણ કરવાનુ શરુ

હવે પ્રશ્ન એ થાય છે કે, કેવી રીતે દરરોજ 2 રૂપિયાનુ રોકાણ તમને વર્ષના 36 હજાર રૂપિયાનું રિટર્ન આપશે ? ખરેખર આ સ્કીમ હેઠળ ઓછી ઉંમરમાં જ જોડાવવા પર આ ફાયદો મેળવી શકાય છે. જો કોઈ 18 વર્ષની ઉંમરમાં જ આ યોજનામાં જોડાઈ રોકાણ કરવાનુ શરુ કરી દે છે તો, તેને 60 વર્ષની ઉંમર સુધી દર મહીને 55 રૂપિયા જમા કરાવવા પડશે. આ રકમ દર દિવસના હિસાબથી 2 રૂપિયા હોય છે. આ પ્રકારે 60 વર્ષની ઉંમર પડાવ કર્યા બાદ તેને 36 હજાર રૂપિયા વર્ષના મળશે. ધ્યાન રહે કે, જેટલુ યોગદાન ખાતાધરાકનું હશે, સરકાર પણ પોતાની તરફથી તેટલુ જ યોગદાન કરશે.

સર્વિસ સેન્ટર પર જવુ પડશે

આ યોજનાનુ રજિસ્ટ્રેશન કરવા માટે તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) પર જવુ પડશે. ત્યારબાદ ત્યાં આધાર કાર્ડ અને બચત ખાતુ અથવા જનધન ખાતુ જે પણ તેની જાણકારી IFSC કોડની સાથે આપવી પડશે. પ્રૂફ તરીતે પાસબુક, ચેકબુક અથવા બેન્ક સ્ટેટમેન્ટ દેખાડી શકો છો.

READ ALSO

Related posts

ભોજન બાદ વરીયાળી ખાવાનું છે વૈજ્ઞાનિક કારણ, પેટ સાથે જોડાયેલુ છે આ કનેક્શન

Arohi

રાજ્ય સરકારે શિક્ષકો માટે બહારે પાડેલા પરિપત્ર મુદ્દે કોંગ્રેસ આવી મેદાને, કોરોના સંક્રમિત શિક્ષકનો પગાર કાપવાનો છે મુદ્દો

Nilesh Jethva

ઝારખંડ સરકારે વિદ્યાર્થીઓને આપી સૌથી મોટી ભેટ, પરીક્ષામાં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓનેે આપી કાર અને સ્કૂટર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!