GSTV
Gujarat Government Advertisement

દીદી હવે તમે કેમ ડરી ગયા ? તમે કેમ બદલાઈ ગયા? મોદીની મમતા પર ‘શાબ્દિક’ સ્ટ્રાઈક

Last Updated on December 23, 2019 by Mayur

સમગ્ર દેશમાં સૂચિત એનઆરસીના અમલ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન તેમના જ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન કરતાં વિરોધાભાસી હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે દાવો કર્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજીએ રવિવારે જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને એનઆરસી અંગેના તેમના અને વડાપ્રધાન મોદીના નિવેદનો પબ્લિક ડોમેનમાં જ છે. મેં શું કહ્યું હતું અને તમે (પીએમ) શું કહ્યું હતું તે જાહેર ફોરમમાં છે. હવે લોકો જ નક્કી કરશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રવ્યાપી એનઆરસી અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનો કરતાં અલગ બોલી રહ્યા છે, કોણ ભારતના મૂળભૂત વિચારને વિભાજિત કરી રહ્યું છે તેવો પણ મમતા બેનરજીએ સવાલ કર્યો હતો.

આ અગાઉ વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં રામલીલા મેદાનમાં મમતા બેનરજી પર હુમલો કરતાં કહ્યું હતું કે, દીદી હવે તમને શું થઈ ગયું? કેમ તમે બદલાઈ ગયા? હવે તમે કેમ અફવા ફેલાવી રહ્યાં છો? ચૂંટણી આવે છે, જાય છે, સત્તા મળે છે અને જાય છે, પરંતુ તમે આટલા કેમ ડરી ગયા છો? બંગાળની જનતા પર વિશ્વસા કરો. બંગાળના નાગરિકોને તેમને દુશ્મન કેમ માની લીધા? કેટલાક વર્ષ પહેલાં આ જ મમતા દીદી સંસદમાં ઊભા રહીને વિનંતી કરતા હતા કે બાંગ્લાદેશથી આવતા ઘૂસણખોરોને અટકાવો, ત્યાંથી આવતા શરણાર્થીઓની મદદ કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!