GSTV
India News Trending લોકસભા ચૂંટણી 2019

મોદીએ પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું, બેઠક બાદ લીધો નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જે બાદ પીએમ મોદીએ આજે રાતે પોતાના પદેથી રાજીનામુ આપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપ્યુ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું રાજીનામુ સ્વીકાર કરી નવી સરકારનું પુનર્ગઠન કરવાનું જણાવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પીએમઓમાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક આજે યોજાઇ હતી. આ બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનો સામેલ થયા હતા. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રધાનોના સમૂહની બેઠક મળી.16મી લોકસભા ભંગ થતાની સાથે જ નવી સરકાર રચવાનો માર્ગ મોકળો બની જશે અને 17મી લોકસભાની રચના થશે.

READ ALSO

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk
GSTV