GSTV

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Last Updated on June 25, 2021 by Harshad Patel

ભાજપમાં યોગી આદિત્યનાથને કદ પ્રમાણે વેતરી નાંખવાની હિલચાલ વચ્ચે નેશનલ મીડિયામાં પ્રગટ થયેલો એક સર્વે ભાજપમાં ગરમાગરમ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ સર્વેમાં લોકોને પ્રાદેશિક ભાષામાં એક જ સવાલ પૂછાયો હતો કે, ભારતના ભાવિ વડાપ્રધાન કોણ હોવા જોઈએ ? દેશનાં ૧૨ મોટાં રાજ્યોમાં ૨૦ હજારથી વધારે મતદારોને પૂછીને કરાયેલા આ સર્વેમાં મોદી વડાપ્રધાનપદે લોકોની પહેલી પસંદ હોવાનો દાવો કરાયો છે જ્યારે રાહુલ ગાંધી બીજા નંબરે છે.

અમિત શાહ કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ

જોકે, આ સરવેમાં સૌથી રસપ્રદ તારણ વડાપ્રધાનપદ માટેની રેસમાં ગૃહમંત્રી અમિત શાહ કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગળ હોવાનું છે. આ સરવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

માત્ર ૨૦ હજાર લોકોને પૂછીને આ સરવેમાં આખા દેશનો ટ્રેન્ડ હોવાનું ધુપ્પલ

સોશિયલ મીડિયામાં અનેક લોકોએ શાહ કરતાં યોગી અને ચૌહાણ આગળ હોવાની તેમજ રાહુલ ગાંધી બીજા નંબરે હોવાની બાબતને હાસ્યાસ્પદ ગણાવી છે. માત્ર ૨૦ હજાર લોકોને પૂછીને આ સરવેમાં આખા દેશનો ટ્રેન્ડ હોવાનું ધુપ્પલ ચલાવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં લોકોએ આ સરવે સામે જ સવાલો ઊઠાવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!