નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી(NCP)ના એક ઘડના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ‘એ બુધવારે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી પર ભારતના ઇશારા પર સત્તારૂઢ દળને વિભાજીત અને સંસદનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. અહીં નેપાળ એકેડમી હોલમાં પોતાના ઘડના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને સંબોધિત કરતા પ્રચંડે કહ્યું કે પ્રધાનમંત્રીએ ભૂતકાળમાં આરોપ લગાવ્યો હતો કે એનસીપીના કેટલાક નેતા ભારતના ઇશારે સરકાર પાડવાની કોશિશ કરી રહ્યા છે.
એટલા માટે રાજીનામું આપવાની ફરજ નથી

પ્રચંડે કહ્યું કે તેમના જૂથે ફક્ત એટલા માટે ઓલીને રાજુનામુ આપવા નહિ કહ્યું કારણ કે એનાથી સંદેશ જાય કે ઓલીનું નિવેદન સાચું છે. પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું, હવે શું ઓલીએ ભારતના નિર્દેશ પર પાર્ટીને વિભાજીત કરી અને પ્રતિનિધિ સભાને ભંગ કરી ?’ તેમણે કહ્યું કે સત્ય નેપાળની જનતા સામે છે.

‘રો પ્રમુખની 4 કલાકની બેઠકમાં સ્પષ્ટ થઇ મનશા’
પ્રચંડે આરોપ લગાવ્યા, ‘ઓલીએ ભારતની ખુફિયા શાખા રોના પ્રમુખ સામંત ગોયલ સાથે બાલુવતારમાં પોતાના નિવાસ પર કોઈ ત્રીજા વ્યક્તિની ઘેરહાજરીમાં ત્રણ કલાક બેઠક કરી, જે સ્પષ્ટ છે તે ઓલીની મનશા બતાવે છે.’ તેમણે પ્રધાનમંત્રી પર બહારની તાકાતોની ખોટી સલાહ લેવાનો આરોપ લગાવ્યો છે. પ્રચંડે કહ્યું કે પ્રતિનિધિસભાને ભંગ કરવા ઓલીએ સંવેધાન તેમજ લોકતાંત્રિક વ્યવસ્થાને ઝાટકો આપ્યો જેને લોકોએ સાત દસકના સંઘર્ષથી સ્થાપિત કરી હતી.

એપ્રિલમાં થશે ચૂંટણી
નેપાળ 20 ડિસેમ્બર ત્યારે રાજનૈતિક સંકટમાં ફસાયું જયારે ચીન સમર્થક તરીકે ઓળખાતા ઓલીને પ્રચંડ સાથે સત્તા સંઘર્ષ વચ્ચે અચનાક પ્રતિનિધિ સભા ભંગ કરવાની સિફારિશ કરી દીધી. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ એમની અનુશંસા પર એ જ દિવસે પ્રતિનિધ સભા ભંગ કરી 30 એપ્રિલ અને 10મે એ નવી ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું.
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ