GSTV

CBI : આલોક વર્માને હટાવવા પાછળ ભાજપે આપ્યો આ જવાબ, રાહુલ થયા નારાજ

Last Updated on January 11, 2019 by Karan

હાઈ લેવલ કમિટી તરફથી સીબીઆઈ ડાયરેક્ટરના પદેથી હટાવ્યા બાદ આલોક વર્માએ દાવો કર્યો છે કે તેમની ટ્રાન્સફર તેમના વિરોધમાં રહેતા એક વ્યક્તિ તરફથી લગાવવામાં આવેલા ખોટા, નિરાધાર અને નકલી આરોપોના આધારે કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કમિટીએ ભ્રષ્ટાચાર અને કર્તવ્યમાં બેદરકારી દાખવવાના આરોપમાં ગુરુવારે વર્માના પદથી હટાવી દીધા. આ મામલામાં મૌન તોડતા વર્માએ કહ્યું કે, ભ્રષ્ટાચારના હાઈ-પ્રોફાઇલ મામલાની તપાસ કરનારી મહત્વપૂર્ણ એજન્સી હોવાના કારણે સીબીઆઈની સ્વતંત્રતાને સુરક્ષિત અને સંરક્ષિત રાખવી જોઈએ.

રાજકીય પ્રતિક્રિયા

કૉંગ્રેસે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું છે. “આલોક વર્માને તક આપ્યા વગર જ તેમના પદ પરથી હટાવવા સ્પષ્ટ કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાં તો સ્વતંત્ર સીબીઆઈ ડિરેક્ટર કે કાં તો જેપીસી થકી સંસદની તપાસથી વધુ પડતા ડરે છે.”

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વિષય પર બે ટ્વીટ કર્યાં હતાં. પ્રથમ ટ્વીટમાં તેમણે સવાલ કર્યા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીબીઆઈ પ્રમુખને હટાવવાની જલદીમાં કેમ છે અને વડા પ્રધાને સીબીઆઈ પ્રમુખને ઉચ્ચસ્તરીય સમિતિ સામે રજૂ થવાની પરવાનગી કેમ ન આપી?

અન્ય તરફ ભાજપ તરફથી પણ આ નિર્ણય બાદ અનેક ટ્વીટ કરવામાં આવ્યાં. ભાજપ મહિલા મોરચાનાં સોશિયલ મીડિયા પ્રમુખ પ્રીતિ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “આલોક વર્માને સીબીઆઈના પ્રમુખ પદથી હટાવીને વડા પ્રધાન મોદીએ બતાવ્યું છે કે અંતિમ નિર્ણય લોકતાંત્રિક રીતથી ચૂંટાયેલા વડા પ્રધાન જ લેશે.

ટ્રાન્સફરના આદેશને દુખદ ગણાવ્યું

આલોક વર્માએ કહ્યું કે, આપણે બહારના દબાણો વગર કામ કરવું જોઈએ. મેં એજન્સીની અખંડતાને કાયમ રાખવાના તમામ પ્રયાસ કર્યા, જ્યોર તેને બરબાદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. તેને કેન્દ્ર સરકાર અને સીવીસીના 23 ઓક્ટોબર 2018ના આદેશમાં જોઈ શકાય છે જે કોઈ અધિકાર ક્ષેત્ર વગર આપવામાં આવ્યા હતા અને જેને રદ કરી દીધા હતા. વર્માએ પોતાના વિરોધી એક વ્યક્તિ દ્વારા લગાવેલા ખોટા, નિરાધાર અને નકલી આરોપોના આધારે સમિતિ તરફથી ટ્રાન્સફરના આદેશને દુખદ ગણાવ્યું.

Related posts

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!