આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. એક દિવસના ગુજરાત પ્રવાસમાં નરેન્દ્ર મોદી ત્રણ જિલ્લામાં અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે. જેમાં આણંદ ખાતે અમુલ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અને ખેડૂત સંમેલનને સંબોધિત કરશે. આણંદમાં પીએમ મોદી ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે. આણંદ પાસેનાં મોગર ખાતે આ ચોકલેટ પ્લાન્ટ બનાવવામાં આવેલો છે.
જે બાદ કચ્છના અંજારમાં LNG લાઈનનું ઉદ્ઘાટન કરશે. જેનાથી પેટ્રો પેદાશમાં ક્રાંતિ આવશે.આ સિવાય પીએમ મોદી રાજકોટ જશે. જ્યાં ગાંધીજીએ સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડનાં ખર્ચે ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તેનું મોદી ઉદ્ઘાટન કરશે. આ સિવાય રાજકોટમાં કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અપાયેલા આવાસનું લોકાર્પણ કરશે. રાજકોટથી જ વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.
વતનની મુલાકાતે વડાપ્રધાન
- 30 સપ્ટેમ્બરે એક દિવસની ગુજરાત મુલાકાતે પ્રધાનમંત્રી
- એક દિવસમાં ત્રણ જિલ્લાની મુલાકાતે પીએમ
- આણંદ, અંજાર અને રાજકોટની મુલાકાત લેશે નરેન્દ્ર મોદી
આણંદ
- વિવિધ પ્રકલ્પોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કરશે
- અમુલ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે
અંજાર
- ખેડૂત સંમેલનમાં મોદીનું સંબોધન
- એલએનજી લાઇનનું ઉદ્ધાટન
રાજકોટ
- ગાંધીજીએ અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઇલ્કુલના મ્યુઝિયમનું લોકાર્પણ
- ગરીબો માટે બનાવવામાં આવેલા આવાસોનું ઉદ્ધાટન
- સીસીટીવી સજ્જ શહેર રાજકોટ પ્રોજેક્ટ આઇનું ઉદ્ધાટન