GSTV

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

સ્વામી

Last Updated on August 2, 2021 by Karan

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ રાજીનામું આપ્યું છે. રાજીનામુ કેમ આપ્યું આ અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી રહી. જોકે ક્યા કારણસર તેમણે રાજીનામુ ધર્યુ, તેના પર બધાની નજર છે. મહત્વપૂર્ણ છે કે તેઓ બિહાર કેડરના અધિકારી છે. અમરજિત સિન્હા 1983 બિહાર કેડરના આઈએએસ (નિવૃત) અધિકારી છે. તેમણે ગ્રામીણ વિકાસ સચિવ તરીકે પણ સેવાઓ આપી છે. અમરજીત સિંહાના રાજીનામાની હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી ,પરતું વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોના આધારે માહિતી આપવામાં આવી રહી છે.તાજેતરના મહિનાઓમાં પીએમઓમાંથી રાજીનામું આપનાર તેઓ બીજા વરિષ્ઠ અધિકારી છે. અગાઉ માર્ચમાં, પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા જે પ્રધાનમંત્રી કાર્યાલયમાં મુખ્ય સલાહકાર હતા, તેમણે પણ રાજીનામું આપ્યું હતું.

ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા બાદ સિન્હાને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણ દાયકાની કારકિર્દીમાં, સિંહાએ શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા. તેઓ ગ્રામીણ વિકાસ બાબતોમાં નિષ્ણાત છે. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓમાં તેમની ભૂમિકા મહત્વની હતી.

  • અમરજીત સિન્હાએ આપ્યુ રાજીનામુ
  • 1983 બેંચના નિવૃત્ત IAS અધિકારી છે અમરજીત સિન્હા
  • બિહાર કેડરના અધિકારી છે અમરજીત સિન્હા
  • અમરજીત સિન્હા ગ્રામીણ વિકાસ સચિવ રહીં ચુક્યા છે

સામાજિક ક્ષેત્રે સાથે જોડાયેલા પ્રોજેક્ટને હેન્ડલ કરતા હતા

ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેમની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂંક કરાઇ હતી. તેઓ સામાજિક ક્ષેત્રે સાથે જોડાયેલા પ્રોજેક્ટને હેન્ડલ કરતા હતા. તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો. એક રિપોર્ટ મુજબ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સિન્હાના રાજીનામાની પુષ્ટિ કરી છે. તેમના રાજીનામાનું કારણ સ્પષ્ટ નથી. આ વર્ષે વડાપ્રધાન કાર્યાલયમાંથી આ બીજું મહત્વપૂર્ણ રાજીનામું છે. આ પહેલા માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ પી કે સિન્હાએ પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ઘણી વિશેષ નીતિઓ બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા

અમરજીત સિન્હાને સામાજિક ક્ષેત્રમાં 33 વર્ષથી વધુનો અનુભવ છે. સર્વ શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનની રચનામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ગરીબી નાબૂદી માટે ગ્રામીણ વિકાસ ક્ષેત્રમાં ઘણી નીતિઓના ઘડતર અને અસરકારક અમલીકરણમાં સક્રિય રીતે સામેલ છે.

વહીવટી એકેડમી સાથે પણ સંકળાયેલા છે

અમરજીત સિન્હાના મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓમાં MGNREGA, PMAY (રૂરલ), PMGSY, Rurban મિશન, DAY-NRLM, DDUGKY વગેરેનો સમાવેશ થાય છે. તેઓ લગભગ દો half દાયકાઓ સુધી મસૂરીમાં વાલ્કે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે ભારતીય વહીવટી સેવાના તાલીમાર્થી અધિકારીઓને તાલીમ આપવાના કાર્ય સાથે પણ જોડાયેલા છે.

અમરજીત સિન્હાની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂંક બીજા એક અધિકારી ભાસ્કર ખુલબે સાથે થઈ હતી. સિન્હા વર્ષ 2019માં ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમની ત્રણ દાયકાની લાંબી કારકિર્દીમાં તેઓ શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રાલયમાં ઘણા મહત્વપૂર્ણ પદો પર રહી ચુક્યા છે. સાથે જ તેઓ વડાપ્રધાન આવાસ યોજના (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થય મિશન અને મનરેગા જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં પણ કામ કરી ચુક્યા છે.

ઘણી કોલમ અને પુસ્તકો લખ્યા

દિલ્હી યૂનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ટોપર રહી ચુકેલા અને ઓક્સફર્ડ કેમ્બ્રિજ સોસાયટી સ્કોલરશિપ મેળવનાર સિન્હાનું વિદ્યાર્થી જીવન શાનદાર રહ્યું છે. તેમણે ઘણી કોલમ અને પુસ્તકો લખ્યા છે. એજ્યુકેશ અને પબ્લિક હેલ્થ વિષય પર તેમની ખાસ પકડ છે. બિહાર અને ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં કામ કરવાનો તેમની પાસે સારો અનુભવ છે. તેઓ લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ભવિષ્યના અધિકારીઓ માટે ટ્રેનરનું પદ સંભાળી ચુક્યા છે.

અગાઉ મુખ્ય સલાહકાર પી.કે. સિન્હાએ પોતાના પદ પરથી આપ્યું હતું રાજીનામું

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર પી.કે. સિન્હાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વહીવટી સેવાના 1977 બેંચના અધિકારી રહેલા સિન્હાએ સપ્ટેમ્બર 2019માં પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સલાહકાર તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. આ અગાઉ તેમને અમુક સમય માટે વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી માટે નિમણૂંક કરવામાં આવ્યા હતા. તે વર્ષ સુધી કેબિનેટ સચિવ તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે.

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!