GSTV
Home » News » શરદ પવારનો મોટો ખુલાસો, મોદીએ કરી હતી સરકાર બનાવવાની ઓફર

શરદ પવારનો મોટો ખુલાસો, મોદીએ કરી હતી સરકાર બનાવવાની ઓફર

મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનાથી વધુ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. શિવસેના અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવામાં આવશે તેવી ચર્ચા ચાલતી હતી તે દરમિયાન એનસીપીના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અજીત પવારના સમર્થનમાં સરકાર બનાવી લીધી, ત્યારે શરદ પવાર અને મોદીની મુલાકાત બાદ ગઠબંધન પર મોહર લાગી તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. શક્યતા એવી પણ હતી પીએમ મોદીએ શરદ પવારને આગામી રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

જો કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બન્યા બાદ શરદ પવારે હવે પીએમ મોદી સાથેની મુલાકાત અંગે ખુલાસો કર્યો છે. પવારે કહ્યું કે પીએમ મોદીએ સાથે આવીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. શરદ પવારે કહ્યું કે તેઓએ દીકરી સુપ્રિયા સુલેને કેબિનેટ મંત્રી બનાવવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો. જો કે રાષ્ટ્રપતિ બનાવવા અંગે કોઈ વાત થઈ ન હતી.

શરદ પવારે કહ્યું કે પીએમ મોદીના પ્રસ્તાવને તેઓએ ફગાવી દીધો હતો. નોંધનિય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પણ વિપક્ષ પર હુમલા કરતા વડાપ્રધાને મોદીનું શરદ પવાર પ્રત્યેનું વલણ નરમ જોવા મળ્યુ હતું. પીએમ મોદી શરદ પવાર પર સીધા હુમલા કરવાનું ટાળતા હતા. આ પહેલાં પણ વડાપ્રધાન મોદી શરદ પવારની પ્રશંસા કરી ચુક્યા છે.

READ ALSO

Related posts

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Bansari

નાગરિકતા સંશોધન બિલ વિરોધ : ગુવાહાટી બાદ શિલોંગમાં પણ કર્ફ્યૂ, 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!