GSTV

મોદી સરકારની દેશવાસીઓને ભેટ / ધનતેરસે PM મોદી દેશને સોંપશે બે આયુર્વેદ સંસ્થાનો, રિસર્ચ પર રહેશે ભાર

Last Updated on November 11, 2020 by Mansi Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધનવંતરી જયંતિના દિવસે દેશને બે સંસ્થાન સોંપવા જઈ રહ્યાં છે. તે 13 નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જામનગરના ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ અને જયપુરના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદનું ઉદ્ઘાટન કરશે. આશા છે કે 21મી સદીમાં આયુર્વેદના વિકાસમાં આ બંને સંસ્થાનો વૈશ્વિક ભૂમિકા નિભાવશે. આ સંસ્થાનોમાં આધુનિક આયુર્વેદની સાથે જ પારંપરિક દવાઓનું પણ અધ્યયન કરવામાં આવશે. આયુર્વેદ શિક્ષાના સ્ટેંડર્ડને અપગ્રેડ કરીને આ સંસ્થાનોને સ્વાયત્તતા દેવામાં આવશે.

2016માં મનાવવામાં આવી હતી ધનવંતરી જયંતિ

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગ પ્રમાણે આ સંસ્થાનોમાં સમયે સમયે નવા કોર્સ શરૂ કરવામાં આવશે. એટલું જ નહી આ સંસ્થાનોમાં રિસર્ચ પર વિશેષ ભાર મુકવામાં આવશે. વર્ષ 2016થી ધનવંતરી જયંતિને આયુર્વેદ દિવસના રૂપમાં દર વર્ષે મનાવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 13 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગો અને સામાન્ય જનતા આ દિવસને એક ઉત્સવના રૂપમાં ઉજવે છે. કોવિડ-19 મહામારીના પ્રબંધનમાં મોટી ભુમિકા સાબિત થઈ રહી છે. તે માટે આ વર્ષે તેની જરૂરીયાત પહેલા કરતા વધી ગઈ છે.

આયુષ પ્રણાલી છે પ્રાથમિકતામાં શામેલ

આયુષ પ્રણાલીની ભૂમિકામાં 21મી સદીમાં વધતી સ્વાસ્થ્ય સંબંધી ચેતવણીઓને ધ્યાને રાખતા ઘણી વધી ગઈ છે. કેન્દ્રની મોદી સરકાર સામાન્ય નાગરિકના સ્વાસ્થા સાથે જોડાયેલી ચેતવણીઓને ધ્યાને રાખીને એક પ્રભાવકારી અને સસ્તા સમાધાનના રૂપમાં પ્રાથમિકતા આપી રહી છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર આયુષ શિક્ષાના આધુનિકીકરણમાં પણ વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે, પાછલા 3થી 4 વર્ષોમાં મોદી સરકાર આ ક્ષેત્રમાં સતત કામ કરી રહી છે.

Related posts

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana

રિલેક્શ: પાર્ટીને એક પણ પ્રશ્ન કર્યા વગર પદ છોડી ભાજપના પૂર્વજોના રસ્તા પર ચાલ્યો છું, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે

Pravin Makwana

રાજકારણ : BJPનું ઓપરેશન સફળ રહ્યું, મોદીની ઈચ્છા પૂર્ણ કરી દીધી, ગુજરાતમાંથી એક પણ નારાજગીનો ફટાકીયો ન ફૂટ્યો એ જ મોદીનો કરિશ્મા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!