GSTV

વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઈટ હૈક, પીએમ કેર ફંડમાં દાન આપનારા લાખો લોકોના ડેટા આ વેબસાઈટ પર થયા છે લીક

સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર અકાઉન્ટ હૈક થયુ હતું. જે બાદ કેટલાય ટ્વીટ કરીને ફોલોઅર્સ પાસેથી ક્રિપ્ટોકરેન્સી દ્વારા પીએમ કેર ફંડમાં દાન આપવાની જાહેરાત કરી હતી. જો કે, થોડી વારમાં અકાઉન્ટ રિસ્ટોર થઈ ગયુ હતું. ત્યારે હવે એક અમેરિકી સાઈબર સિક્યોરિટી ફર્મ સાઈબલે દાવો કર્યો છે કે, આ ટ્વીટર અકાઉન્ટનું હૈક વેબસાઈટની કોનફિગરેશન દ્વારા થયુ હતું. કંપનીએ ડાર્ક વેબ પર વેબસાઈટનો ડેટાબેસિઝ હાજર હોવાની પુષ્ટિ કરી છે. કંપનીએ પોતાના રિપોર્ટમાં ડાર્ક વેબ પર હાજર ડેટાની ઘણી બધી વિગતો આપી છે.

શું શું થયુ છે લિક ?

સાઈબલના જણાવ્યા પ્રમાણે વેબસાઈટ યુઝર્સની કેટલીય જાણકારી લીક થઈ છે અને ડાર્ક વેબ પર તે ઉપલબ્ધ છે. કંપનીએ કહ્યુ છે કે, cctransactions અને users ના ડેટાબેસ લીક થયા છે. સાઈબલના જણાવ્યા પ્રમાણે 5,70,000થી વધારે યુઝર્સની જાણકારી લીક થઈ છે. જેમાં તેમના નામ, એડ્રેસ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર સહિતની વિગતો પણ સામેલ છે. ફર્મે આશંકા વ્યક્ત કરી છે કે, આ ડેટાનો ગુનાહિત પ્રવૃતિ માટે પણ ઉપયોગ થઈ શકે છે. આ ડેટાના ફિશિંગ ઈમેલ, સ્પેમ ટેક્સ્ટ મેસેજિસ મોકલવા માટે પણ ઉપયોગ થઈ શકે છે.

ડાર્ક વેબ પર આ ડેટાબેસ લીક થયો હતો. જેમાં ડોનેશન કરવાની ડિટેલ્સ પણ આપેલી છે. વેબસાઈટના ટોટલ 5.70 લાખ યુઝર્સમાંથી 2.92 લાખથી વધારે લોકોએ દાન આપ્યુ છે. જેમાંથી કોરોના ઉપરાંત સ્વચ્છ ભારત, બેટી બચાઓ બેટી પઢાઓ જેવા અભિયાન માટે દાન આપ્યુ છે. આ યુઝર્સે કઈ રીતે, ક્યા મોડમાં પેમેન્ટ કર્યુ છે, તેની પણ વિગતો ગાયબ થઈ છે.

જેનો ડેટા હૈક થયો તેણે શું કરવું ?

અમેરિકી ફર્મે એક વેબસાઈટને આ તમામ વિગતો આપી છે કે ક્યા ક્યા યુઝર્સના ડેટા લીક થયા છે. ફર્મે આ યુઝર્સને તે વેબસાઈટ પર રજિસ્ટર કરવા અને ખતરાનો અંદાજો લગાવવા કહ્યુ છે. જે વેબસાઈટ પર ડિટેલ્સ છે, તે યુઝર્સને જણાવે છે કે, તેમના ડેટા લીક થયા છે કે, નહીં જો થયા છે તો ક્યાં ક્યાં અને ક્યા ડેટા લીક થયા છે.

READ ALSO

Related posts

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada

IPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી

Bansari

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!