GSTV
Home » News » ઈચ્છા હતી તો પણ ન જઈ શક્યા સેનામાં, PMમોદીએ ખોલ્યા રાઝ

ઈચ્છા હતી તો પણ ન જઈ શક્યા સેનામાં, PMમોદીએ ખોલ્યા રાઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે અનેક સવાલના જવાબ આપ્યા. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યુ કે, પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વર્ષમાં એક બેવાર મને કુર્તા પણ મોકલે છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસિના પણ મારા માટે બંગાળી મીઠાઈ મોકલે છે. આ વાતની મમતા બેનર્જીને ખબર પડી એટલે તેઓ પણ બંગાળી મીઠાઈ  મોકલે છે.

પીએમ મોદીએ કહ્યુ કે, મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે હુ દેશનો વડા પ્રધાન બનીશ. મારો પરિવાર ઈચ્છતો હતો કે, હું સારી નોકરી કરુ, પરંતુ હું  સેનામાં જવા ઈચ્છતો હતો. નાનપણથી દેશના મહાન વ્યક્તિઓનુ જીવન ચરિત્ર વાંચવાનો મને શોખ છે. જેથી ઘણી મહાન વ્યક્તિઓના જીવનથી હું પ્રેરિત થયો છું.

પીએમ મોદીએ કહ્યુ કે, ગુસ્સો, નારાજગી અને રાજીપોએ મનુષ્યનો સ્વભાવ હોય છે. હું ઘણા સમય સુધી ગુજરાતનો સીએમ રહ્યો અને અત્યારે પીએમ છું. પટાવાળાથી લઈને મુખ્ય સચિવ સુધી કામ કર્યુ પરંતુ તેમની સાથે કામ કરતી વખતે  ગુસ્સો કરવાની ક્યારેય તક મળી નથી. પીએમ મોદીએ કહ્યુ કે, ગુસ્સો તો આવે પણ આ  ગુસ્સો અંદર હોય છે.

પીએમ  મોદીએ કહ્યુ કે, હું પીએમ બનીને ઘરમાંથી  નિકળ્યો હોત તો મને મારા પરિવાર સાથે લગાવ હોત. પરંતુ મે નાનપણથી મારા ઘરને છોડ્યુ છે. અને આજે હુ પીએમ છુ એટલે મને મારા પરિવાર સાથે લગાવ નથી. જેથી હુ મારા પરિવારથી દૂર રહુ છુ.  મારા માતા જ્યારે દિલ્હી આવ્યા હતા. ત્યારે હુ મારા વ્યસ્ત કાર્યક્રમના કારણે મોડો આવુ તો તેઓ દુખી થતા હતા. જેથી તેઓ દિલ્હીમાં નથી રહેતા.

મારી છબીને વધુ કડક બનાવવામાં આવી છે. હું ક્યારેય કામ માટે  કોઈ પર દબાણ નથી કરતો. ક્યારેય કોઈપના પર અનુશાસન થોપવામાં હું નથી માનતો. પીએમ મોદીએ  વધુમાં કહ્યુ કે, ધારાસભ્ય બન્યો તે પહેલા મારૂ બેંકનુ ખાતુ નથી. સીએમ બન્યા બાદ મારી પાસે જે નાણા હતા એ તમામ નાણા મારા અધિકારીને આપ્યા. 21 લાખ રૂપિયા આપ્યા હતા.

પીએમ મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે આપેલા ઇન્ટવ્યૂમાં અનેક સવાલન જવાબ આપ્યા. પીએમ મોદીને પૂછેલા એક સવાલમાં તેમણે જણાવ્યુ હતુ કે, હું કેરી ખાવ છુ અને ઝાડ પર પાકેલી કેરી વધારે ખાવાની મને પસંદ છે.

Read Also

Related posts

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!