GSTV
India News ટોપ સ્ટોરી

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોડી સાંજે અચાનક નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણ સ્થળની મુલાકાત લીધી. સુરક્ષા હેલમેટ સાથે વડાપ્રધાન મોદી કાર્યનું નિરક્ષણ કરતા જોવા મળ્યા. વડાપ્રધાન મોદી કોઈપણ પૂર્વ માહિતી અને સુરક્ષા વ્યવસ્થા વિના રાત્રે 8.45 વાગ્યાની આસપાસ નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોંચ્યા.

તેમણે નિર્માણ સ્થળે અંદાજે એક કલાક સમય પસાર કર્યો અને નવા સંસદ ભવનના નિર્માણની સ્થિતિની વ્યક્તિગત દેખરેખ કરી. પીએમ મોદીની ઘણી તસવીરો વાયરલ થઈ છે. સિન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ કામ 2022 સુધી પૂર્ણ થવાની આશા છે.

આ પ્રથમ વખત છે જ્યારે વડાપ્રધાન મોદીએ આ ભવન સ્થળની મુલાકાત લીધી છે. કોરોના મહામારી દરમિયાન વિપક્ષે તેના નિર્માણ કામને ચાલુ રાખવાને લઇ ઘણો હોબાળો કર્યો હતો. વિરોધ પક્ષોનું કહેવું હતું કે કોવિડ-19 મહામારીને પહોંચી વળવા માટે આવા ખર્ચેલી પરિયોજનાને રોકવી જોઈએ.

મુખ્ય સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનામાં એક નવું સંસદ ભવન, વિભિન્ન મંત્રાલયોની ઓફિસ, વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે નવું રહેણાંક કાર્યાલય સંકુલનો પણ સમાવેશ થાય છે. તેમા વિવિધ મંત્રાલયોની ઓફિસોને સમાવવા માટે નવા કાર્યાલય ભવન અને એક કેન્દ્રીય સચિવાલય પણ હશે.

ગત વર્ષે ડિસેમ્બરમાં નવા સંસભ ભવનભવનનો શિલાન્યાસ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે નવું ભવન “નવા અને જૂનાના સહઅસ્તિત્વ”નું પ્રતીક તેમજ 21મી સદીની દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. તેમણે જણાવ્યું હતું કે (વર્તમાન) ઈમારત હવે સેવાનિવૃત્ત થવા તરફ દેખાઈ રહી છે. 21મી સદીના ભારતને નવું સંસદ ભવન આપવાની જવાબદારી આપણા સૌની છે.

Read Also

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV