GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

માલદીવમાં મોદીની હાજરીથી ચીની ડ્રેગનના પેટમાં તેલ રેળાશે

ભારત અને માલદીવ વચ્ચે ફરી એક વખત ઉષ્માભર્યા સંબંધો સ્થપાય તેની પૂર્વભૂમિકા રચાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલેહના 17 નવેમ્બરના રોજ યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

વિદેશ મંત્રાલયે મોદીની માલદીવ મુલાકાતની પુષ્ટિ કરી છે. ભારત સાથેના ઉતાર-ચઢાવભર્યા સંબંધો બાદ હવે માલદીવમાં રાજકીય મૌસમે કરવટ બદલી છે. ત્યારે ભારત માલદીવમાં સત્તા સંભાળવા જઇ રહેલા નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલેહ સાથે સંબંધો ફરી મજબૂત કરવા ઇચ્છે છે.

આથી જ પીએ મોદી માલદીવના પ્રજાજનો અને નવા રાષ્ટ્રપતિને સમર્થન આપવા માલદીવ જઇ રહ્યા છે. માલદીવની મુલાકાત બાદ તમામ પડોશી દેશોની યાત્રા કરવાની પીએમ મોદીની સર્કિટ પણ પૂર્ણ થશે. માલદીવની મુલાકાત લઇ પીએમ મોદી એકસાથે અનેક હેતુ સર કરશે. માલદીવમાં ચીનના સતત વધી રહેલા પ્રભાવ પર ભારતની નજર છે.

માલદીવની ગત સરકારે ચીનનાપ્રભાવમાં આવીને જ ભારત સાથેના સંબંધોને ખાસ મહત્વ આપ્યું નહોતું. પરંતુ માલેમાં મોદીનીહાજરી એ વાતનો સંકેત હશે કે ભારત ભૂતકાળના તમામ મતભેદો ભૂલાવી નવી સરકાર તેમજ રાષ્ટ્રપતિસોલેહ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા ઇચ્છુક છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે હરકતો

Nilesh Jethva

સુરતના સચીન વિસ્તારમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

કોરોના મહામારી વચ્ચે ફાર્મા એક્સપોર્ટમાં ઉછાળો, ભારતની આ દવાઓની વિશ્વમાં માંગ વધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!