GSTV
Home » News » ભગવાને ઘણા કામ મારા માટે બાકી રાખ્યા છે : બહેરીનમાં પીએમ મોદીનું સંબોધન

ભગવાને ઘણા કામ મારા માટે બાકી રાખ્યા છે : બહેરીનમાં પીએમ મોદીનું સંબોધન

ત્રણ દેશોની વિદેશ યાત્રામાં પીએમ મોદી યુએઈથી બહેરીન પહોંચ્યા. બહેરીનમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું છે. જે બાદ ભારતીય સમુદાયને સંબોધનમાં મોદીએ જન્માષ્ટમીની શુભેચ્છા આપી. સાથે જ કહ્યું કે બંને દેશોના સંબંધો સરકારના નહીં પણ સંસ્કારના પણ છે. મોદીએ ગુજરાત અને બહેરીનના સંબંધોને યાદ કરતા કહ્યું કે બંને વચ્ચે બહુ જૂના સંબંધો છે.

દેશના તેવર અને ક્લેવર બદલાયેલા છે. કરોડો ભારતીયોની ભાગીદારીથી દેશ આગળ વધી રહ્યો છે. સરકાર દેશના નવા-નવા સંકલ્પો પૂરા કરવામાં લાગી છે. ભારતમાં નવા લક્ષ્ય પાર કરવાની હિંમત અને ક્ષમતા છે. તેમણે ભારતને પાંચ ટ્રિલિયન ડોલર અર્થ વ્યવસ્થા બનાવવાના સંકલ્પને દોહરાવ્યો. મોદીએ જાહેરાત કરી કે બહેરીનમાં પણ રૂપે કાર્ડથી લેવડદેવડ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે બહેરીન જનારા પીએમ મોદી ભારતીય ઇતિહાસમાં દેશના પહેલા વડાપ્રધાન છે. તેઓ રવિવારે બહેરીનના સદીઓ જૂના શ્રીનાથજી મંદિરમાં જશે.

અમારો સંબંધ માત્ર સરકરોનો નહી સંસ્કારોનો છે

પીએમ મોદીએ કહ્યું કે બહેરીનની બઢોતરીમાં ભારતીયોનું મોટું યોગદાન છે. બહેરીનની સરકાર ભારતીયોના વખાણ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે અમારો સંબંધ માત્ર સરકારોનો નહીં સંસ્કારો અને સમાજનો પણ છે.

શ્રીનાથજીના મંદિરે જઈને સમૃદ્ધી અને શાંતિ માટે પ્રાર્થના કરીશ – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, મારુ સૌભાગ્ય છે કે કાલે હું શ્રીનાથજીના મંદિરે જઈને તમારા બધાની અને તમારા યજમાન દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરીશ. આ મંદિર આ વિસ્તારનું સૌથી જુનુ મંદિર છે. સૌભાગ્યની વાત છે કે આ મંદિરના પુન:વિકાસનું કામ પણ ઔપચારિક પણે શરૂ થઈ જશે.

પીએમ મોદીએ કહ્યું કે આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. વિશ્વભરમાં રહેતા ભારતીય સમુદાયને મારા તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. તેમણે વધુમાં કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે ગલ્ફ વિસ્તારમાં આ તહેવાર નિમિતે કૃષ્ણકથા શંભળાવવાની પરંપરા છે. ગુજરાતીઓનો કૃષ્ણ પ્રત્યે વધારે પ્રેમ છે.

READ ALSO

Related posts

કાશ્મીર મામલે ઈમરાનને તમાચો, મુસ્લિમ રાષ્ટ્રો એ જ સાથ ન આપ્યો

Mayur

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!