GSTV
Home » News » બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દેશોની યાત્રાનું બીજું ચરણ પુર્ણ કરીને શનિવારે સાંજે યુએઇથી બહેરીન આવી પહોંચ્યા હતાં. બહેરીનમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ભારતીય ઇતિહાસમાં બહેરીન જવા વાળા વડાપ્રધાન મોદી પ્રથમ છે. પીએમ મોદીએ બહેરીનનાં વડાપ્રધાન હિઝ મેજેસ્ટી પ્રિન્સ ખલીફા બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આગળ વધારવા માટે પોતાની સહમતિ દર્શાવી હતી.

પીએમ મોદીએ અહિં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતું. અહિં પોતાનાં સંબોધનમાં પીએમ મોદીએ જણાંવ્યું કે,દેશનાં નાગરિકોને વિશ્વાસ થયો છે કે ભારતનાં સપના પૂર્ણ થઇ શકે છે, આશા અને અપેક્ષાઓ પૂર્ણ થઇ શકે છે. ભારતનાં આ જ નવા વિશ્વાસનાં બળ પર સરકાર નવા સેવક અને નવા સંકલ્પો સિદ્ધ કરવામાં લાગી ગઇ છે. પીએમ મોદીએ જણાંવ્યું કે આજે ભારતનો લગભગ દરેક પરિવાર બેન્કિંગ સેવા સાથે જોડાઇ ગયો છે. દુનિયામાં સૌથી સસ્તા ઇન્ટરનેટ ડેટા ભારતમાં મળે છે. ભારતમાં મહત્તમ સુવિધાઓ ડિઝીટલ બને તે માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં ભારતની ડિઝીટલ લેતી-દેતીની ચર્ચા – પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ જણાંવ્યું કે, BHIM એપ, UPI અને જનધન ખાતા જેવી સુવિધઆઓએ ભારતમાં બેન્કિંગ સેવાને સરળ કરી દીધી છે. ભારતનાં ડિઝીટલ લેતી-દેતીનાં વ્યવહારોની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે. રૂપે કાર્ડને સમગ્ર દુનિયાનાં બેન્ક અને સેલર્સ સ્વીકાર કરી રહ્યા છે.

બહેરીનની ધરતી પર પીએમ મોદીએ જેટલીને યાદ કર્યા

વડાપ્રધાન મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પોતાનાં સાથી મિત્ર અને ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીનાં અવસાન પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આજે મારી અંદર એક ઊંડો શોક અને આકરૂં દર્દ છુપાયેલું છે. હું આટલો દુર છું અને મારો દોસ્ત અરૂણ છોડીને જતો રહ્યો. પીએમ મોદીએ ઓગષ્ટ મહિનાનો ઉલ્લેખ કરતા જણાંવ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ જતા રહ્યા. જ્યારે આજે મારી સાથે ચાલનારા મિત્ર અરૂણ જતા રહ્યાં.

ભારતીય સમુદાયને સંબોધનમાં મોદીએ જન્માષ્ટમીની શુભેચ્છા આપી. સાથે જ કહ્યું કે બંને દેશોના સંબંધો સરકારના નહીં પણ સંસ્કારના પણ છે. મોદીએ ગુજરાત અને બહેરીનના સંબંધોને યાદ કરતા કહ્યું કે બંને વચ્ચે બહુ જૂના સંબંધો છે. દેશના તેવર અને ક્લેવર બદલાયેલા છે. કરોડો ભારતીયોની ભાગીદારીથી દેશ આગળ વધી રહ્યો છે. સરકાર દેશના નવા-નવા સંકલ્પો પૂરા કરવામાં લાગી છે. ભારતમાં નવા લક્ષ્ય પાર કરવાની હિંમત અને ક્ષમતા છે. તેમણે ભારતને પાંચ ટ્રિલિયન ડોલર અર્થ વ્યવસ્થા બનાવવાના સંકલ્પને દોહરાવ્યો. મોદીએ જાહેરાત કરી કે બહેરીનમાં પણ રૂપે કાર્ડથી લેવડદેવડ થઈ શકશે

અમારો સંબંધ માત્ર સરકારોનો નહી સંસ્કારોનો છે

પીએમ મોદીએ કહ્યું કે બહેરીનની બઢોતરીમાં ભારતીયોનું મોટું યોગદાન છે. બહેરીનની સરકાર ભારતીયોના વખાણ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે અમારો સંબંધ માત્ર સરકારોનો નહીં સંસ્કારો અને સમાજનો પણ છે.

READ ALSO

Related posts

જે હાઈવે પર હૈવાનિયત આચરી હતી ત્યાંજ ગુનેગારોને મળી મોતની સજા, જુઓ તસવીરો

Mayur

સિંઘમ : હૈદરાબાદના આ પોલીસ કમિશ્નરને એન્કાઊન્ટર-મેન તરીકે ઓળખવામાં આવે છે, જાણો કોણ છે ?

Mayur

બિન સચિવાલય ભરતી : ઉમેદવારોના નેતા ‘સિંહ’ આઉટ: કોંગ્રેસના નેતાઓની એન્ટ્રી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!