GSTV
Home » News » PM મોદીએ મતદાન માટે ફિલ્મી સિતારાઓ પાસે માગી મદદ, ‘હવે સમય આવી ગયો છે’

PM મોદીએ મતદાન માટે ફિલ્મી સિતારાઓ પાસે માગી મદદ, ‘હવે સમય આવી ગયો છે’

ચૂંટણી તારીખો જાહેર થયા બાદ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો ચકરાવો ચડ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં બ્લોગ દ્વારા મતદાન જાગૃતિ માટે દેશની જાણીતી હસ્તીઓને અપીલ કરી હતી. પીએમ મોદીએ મહાગઠબંધનનાં તમામ નેતાઓ સહિત ફિલ્મ-સ્પોર્ટસ સહિત ઉદ્યોગ સાહસિકોને પણ અપીલ કરી હતી કે તમે મતદાન કરો અને મતદાન માટે દેશનાં યુવાનોને પ્રેરણા આપો . જો કે આ સાથે જ પીએમ મોદીએ ફિલ્મ જગતનાં યંગસ્ટર્સને ટ્વિટ કરીને મતદાન જાગૃતી ફેલાવવા નિવેદન કર્યુ હતું.

નરેન્દ્ર મોદીએ પોતાનાં ખાસ ટ્વિટમાં લખ્યું હતું કે,”મારા દોસ્તો રણવીર સિંહ,વરૂણ ધવન અને વિક્કી કૌશલ, અનેક યુવાનો તમારી પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે તમે આગળ આવો અને તમારી પાસે સમય આવી ગયો છે કે તમે લોકોમાં વોટીંગ માટે જોશ ભરો”

સાક્ષાત સરસ્વતી અને બોલીવૂડનાં વિખ્યાત  સિંગર લત્તા મંગેશકર અને એ.આર.રહેમાનને પણ પીએમ મોદીએ અપીલ કરી છે. તેમણએ ટ્વિટમાં લખ્યું છે કે, વિનમ્રતાપૂર્વક આપને અનુરોધ કરું છું કે 2019ની લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરો.એક મત લોકોની અવાજ સાંભળવાનો શાનદાર તરીકો છે.

પીએમ મોદીએ અભિનેત્રી દિપીકા પાદુકોણે,આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્માને પણ મતદાન જાગૃતિ માટે અપીલ કરી છે.

આટલું જ નહિં પરંતુ પીએમ મોદીએ એક્ટર મનોજ બાજપાઈ અને જાણીતા સિંગર શંકર મહાદેવન ને પણ વિનંતી કરી છે. આ સાથે જ તેમણે અક્ષય કુમાર,ભૂમિ પેડનેકર અને આયુષ્યમાન ખુરાના ને થોડુંક જોર લગાવીને વોટીંગને હિટ બનાવવા માગ કરી છે.

READ ALSO

Related posts

બાળકને સતત ઉધરસ આવતા કરાવ્યો સિટી સ્કેન, રીપોર્ટ જોઈને ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ

Ankita Trada

ઉમરની વધતી ઉંમર વાળો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, 4 મહિનામાં આટલો બદલાવ આવ્યો

Pravin Makwana

ગણતંત્ર દિવસ પહેલાં કાશ્મીરનાં ત્રાલમાં સેનાનો સપાટો, 3 આતંવાદીઓને માર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!