GSTV
Home » News » VIDEO : આજે નરેન્દ્ર મોદીની સીટ અને ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડ્યું, સ્ટોરી બેસ્ટ પણ વિવેક મોદી નથી લાગતો

VIDEO : આજે નરેન્દ્ર મોદીની સીટ અને ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડ્યું, સ્ટોરી બેસ્ટ પણ વિવેક મોદી નથી લાગતો

modi biopic

નરેન્દ્ર મોદીની ફિલ્મનું ટ્રેલર સામે આવી ચૂક્યું છે. ફિલ્મમાં વિવેક ઓબરોય નરેન્દ્ર મોદીનો રોલ પ્લે કરી રહ્યો છે. જ્યારે ફિલ્મને ઓમંગ કુમારે ડાયરેક્ટ કરી છે. જે આ પહેલા મેરિ કોમ અને સરબજીત જેવી બાયોપિક ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે. વિવેક ઓબરોય ફિલ્મના ટ્રેલરમાં સાફ નરેન્દ્ર મોદી જેવા તો નથી દેખાઈ રહ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં નરેન્દ્ર મોદીના લુકમાં કચ્છનું રણ દેખાડવામાં આવ્યું છે. કચ્છનું એ રણ 2 મિનિટના ટ્રેલરમાં ત્રણથી ચાર વખત દેખાઈ છે. તો બીજી તરફ રણની સાથોસાથ ગોધરા કાંડ, ઈમરજન્સી, અક્ષરધામ હુમલો પણ દર્શાવવામાં આવ્યો છે.

ફિલ્મના ટ્રેલરમાં વિવેક ઓબરોયના ડિફરન્ટ લુક છે. ચા વેચતો બાલ નરેન્દ્ર મોદી, હિમાલયમાં, આર.એસ.એસમાં, મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે આમ અલગ અલગ લુક અને સીન્સ દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં મનોજ જોશી અમિત શાહનો રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષરધામનો હુમલો પણ દેખાડવામાં આવ્યો છે સાથે જમ્મુ કાશ્મીર અને ગોધરાકાંડ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ટ્રેલરમાં સિનેમેટિક લિબર્ટીનો કાફી ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા ડાઈલોગો મોદીની ઈમેજને લાગુ નથી પડતા તેવા હિરોઈક ડાઈલોગોનો અહીં ઢગલો છે. વિવેક ઓબરોયની આ પહેલી બાયોપિક ફિલ્મ છે જેથી તેમાં તેની ઉર્જા બરાબર દેખાય છે. જોકે વિવેકનો આ લુક તેની અગાઉની પોલિટિકલ ક્રાઈમ ડ્રામા ફિલ્મ રક્તચરિત્રની યાદ અપાવે છે. જેના સેકન્ડ પાર્ટમાં વિવેકે એક પોલિટિશ્યનનો રોલ પ્લે કર્યો હતો. તેના હાવભાવ અને અભિનયમાં પણ રક્તચરિત્રની જ છાટ વર્તાય છે.

READ ALSO

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

Arohi

મોદી બાયોપિકની રિલીઝ માટે વિવેકે શિરડીમાં કરી પૂજા-અર્ચના

Mayur