GSTV
Home » News » 28 માર્ચથી શરુ થશે પીએમ મોદીનો તોફાની ચૂંટણી પ્રચાર

28 માર્ચથી શરુ થશે પીએમ મોદીનો તોફાની ચૂંટણી પ્રચાર

modi election rally

કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ .યુપીમાં ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે ત્યારે 28 માર્ચથી પીએમ મોદી ભાજપ માટે તોફાની ચૂંટણી પ્રચારની શરુઆત કરશે. અત્યાર સુધીમાં અલગ અલગ માધ્યમ અને કારણોસર પીએમ મોદી 100 લોકસભા બેઠકોને આવરી ચુક્યા છે પણ ચૂંટણીની તારીખ જાહેર થતા જ ભાજપે હવે તોફાની ચૂંટણી પ્રચાર માટે આયોજન શરુ કરી દીધુ છે.જેના કેન્દ્રમાં સ્વાભાવિક રીતે પીએમ મોદી રહેશે.

જ્યાં 11 એપ્રિલે પહેલા તબક્કાનુ મતદાન થવાનુ છે તે લોકસભા બેઠકો પર પીએમ મોદી ચૂંટણી સભાઓ સંબોધશે.પીએમ મોદી જ નહી રાજનાથસિંહ, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવા માટે કવાયત કરી રહ્યા છે.

modi in varanasi

પાર્ટી સૂત્રોના કહેવા પ્રમાણે પીએમ મોદી બહુ જલ્દી વિડિયો કોન્ફરન્સિંગ થકી દેશના અલગ અલગ હિસ્સાઓમાં લોકો સાથે સંવાદ કરશે અને એ પછી 28 માર્ચથી તેમની સભાઓ પણ શરુ થશે. ભાજપનો દાવો છે કે અ્તયાર સુધીમાં અલગ અલગ કાર્યક્રમો થકી 10 કરોડ લોકોનો પાર્ટી સંપર્ક કરી ચુકી છે.

READ ALSO

Related posts

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel

ગ્રાહકોને ટીવી ચેનલ્સ પસંદ કરવાની સુવિધા ન આપનાર DTH ઓપરેટર્સ વિરુદ્ધ થશે કાર્યવાહી, TRAIએ આપી ચેતવણી

Bansari