GSTV

રસીકરણ: ઐતિહાસિક સિદ્ધિ બાદ પીએમ મોદી પહેલીવાર કરશે વેક્સિન નિર્માતાઓ સાથે બેઠક

Last Updated on October 23, 2021 by Pritesh Mehta

દેશમાં જીવલેણ બનેલા કોરોના વાઈરસને સમાપ્ત કરવા દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 100 કરોડથી વધુ ડોઝ આપી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક ટાર્ગેટ સિદ્ધ કર્યા બાદ પીએમ મોદીની પ્રથમ બેઠક મળી રહી છે. આજે સાંજે સાત વાગ્યાના અરસામાં પીએમ વેક્સિન નિર્માતાઓને મળશે.

modi

ત્યારબાદ ભારતની રસીની ભૂમિકા મુદ્દે ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત રસી નિર્માતાઓ સાથે બેઠક કરશે. તેમજ ભવિષ્યની જરૂરિયાતો પર ચર્ચા થશે.

વેક્સિન

આ બેઠકમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા, ભારત બાયોટેક, ડૉ.રેડ્ડીઝ લેબેરોટરી, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઈ, જેન્નેવા બાયોફાર્મા અને પેનેસિયા બાયોટેકના પ્રતિનિધિઓ હાજર રહેશે. પીએમ મોદીએ આની અગાઉ પણ રસી નિર્માતાઓ સાથે બેઠક કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!