GSTV

PHOTO/ અત્યંત શાનદાર છે UPનું કુશીનગર એરપોર્ટ, પીએમ મોદી આજે કરશે ઉદ્ધાટન, વિશ્વભરના બૌદ્ધિસ્ટો માટે ખુશખબર

Last Updated on October 20, 2021 by Pravin Makwana

કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ જઈ રહ્યા છે. તેઓ સવારે 10 વાગ્યે એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 11:30 વાગ્યે, તેઓ મહાપરિનિર્વાણ મંદિર ખાતે અભિધમા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે, પ્રધાનમંત્રી કુશીનગરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસ કરવા માટે એક જાહેર સમારોહમાં હાજરી આપશે.

કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આ સપ્તાહે કાર્યરત થઈ જશે. 125 મહાનુભાવો અને બૌદ્ધ સાધુઓ સાથેની પ્રથમ ફ્લાઇટ શ્રીલંકાના કોલંબોથી આ એરપોર્ટ પર ઉતરશે. આ એરપોર્ટ વિશ્વભરના બૌદ્ધોને ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની યાત્રા કરવાની પરવાનગી આપશે.

કુશીનગર એરપોર્ટની અંદાજિત કિંમત 260 કરોડ રૂપિયા છે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓને ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની મુલાકાત લેવાની સુવિધા આપશે અને વિશ્વભરના બૌદ્ધ યાત્રાધામોને જોડવાનો પ્રયાસ છે. આ એરપોર્ટથી ઉત્તર પ્રદેશ અને બિહારના નજીકના જિલ્લાઓને પણ ફાયદો થશે. આ સાથે, તે આ વિસ્તારમાં રોકાણ અને રોજગારની તકો વધારવામાં પણ મદદ કરશે.

20 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન દરમિયાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ સહિત તમામ મહેમાનોનું પૂર્વાંચલના પ્રખ્યાત “કાલા નમક” ચોખામાંથી બનાવેલા “બુદ્ધ પ્રસાદ” સાથે સ્વાગત કરવામાં આવશે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે, કુશીનગર એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં 25 પ્રતિનિધિઓ અને 100 બૌદ્ધ સાધુઓ સહિત તમામ પ્રતિષ્ઠિત મહેમાનોને કાલા નમકના ચોખાથી બનેલા બુદ્ધ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કુશીનગર આંતરરાષ્ટ્રીય બૌદ્ધ યાત્રાધામ છે, જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. કુશીનગર બૌદ્ધ સર્કિટનું કેન્દ્રબિંદુ છે. આ સર્કિટમાં લુમ્બિની, સારનાથ અને ગયાનો પણ સમાવેશ થાય છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, એરપોર્ટના ઉદ્ઘાટન બાદ, વડાપ્રધાન બુધવારે બૌદ્ધ સ્થળ મહાપરિનિર્વાણ સ્તૂપ અને મંદિર ખાતે એક કાર્યક્રમને પણ સંબોધશે. જેમાં શ્રીલંકાના બૌદ્ધ સાધુઓ અને શ્રીલંકા સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

READ ALSO

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!