GSTV
Home » News » પીએમ મોદીએ વિશ્વકપમાં સિલેક્ટ થતાં આ ક્રિકેટરને Tweet કરી પાઠવી શુભેચ્છાઓ

પીએમ મોદીએ વિશ્વકપમાં સિલેક્ટ થતાં આ ક્રિકેટરને Tweet કરી પાઠવી શુભેચ્છાઓ

જાડેજા પોલિટિકલ લીગમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પિતા અને બહેને કોંગ્રેસમાં જોડાયા બાદ જાડજાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી. રવિન્દ્રએ ટ્વિટ કરીને જણાવ્યુ કે હુ ભાજપને સમર્થન આપી રહ્યો છુ. આ પ્રકારના સમર્થનની જાહેરાત ટીમ ઈન્ડિયમાં પસંદગી થતાની ત્રણ કલાકમાં જાડેજાએ કરી.

જાડેજા પોલિટિક લીગમાં નવાઈની વાત એ છે કે બે દિવસ પહેલા જાડેજાના પિતા અનિરૂસિંહ અને બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે જાડેજા અને તેમના પત્ની રિવાબા પણ ભાજપને સમર્થન આપી રહ્યા છે. ગત દિવસે રિવાબાએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યુ હતુ. ત્યારે ટ્વિટર પર જાડેજાએ ભાજપમાં જોડાવાવની જાહેરાત કરતા પીએમ મોદીએ જાડેજાન આભાર પણ માન્યો હતો.

મહત્વપૂર્ણ છે કે જાડેજાનો આખો પરિવાર હવે સક્રિય રાજનીતિમાં આવી ગયો છે. મહત્વપૂર્ણ છે કે જાડેજાએ ટ્વિટ પર ભાજપને સમર્થન કરવાની જાહેરાત કરતા જાડેજાની ટ્વિટ પર આલોચના પણ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ જાડેજાને પાઠવી શુભેચ્છા

રવિન્દ્ર જાડેજાના ટ્વિટનું પીએમ મોદીએ સ્વાગત કર્યુ છે. પીએમ મોદીએ જાડેજાના ટ્વિટને રિટ્વિટ કરતાં જવાબ આપ્યો, આભાર જાડેજા અને 2019ના વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થવા બદલ મારી શુભકામનાઓ.

જાડેજાના પિતા અને બહેને થામ્યો કોંગ્રેસનો હાથ

જણાવી દઇએ કે જાડેજાના પિતા અને તેની બહેને કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો. જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ અને બહેન નૈના બાએ જામનદરના કાલાવાડ શહેરમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની હાજરીમાં પાર્ટી જોઇન કરી.

Read Also

Related posts

આ ભાઈને જબરો ચુનો લાગ્યો! ઓનલાઈન મંગાવ્યું શુદ્ધ દેશી ગાયનું ‘ઘી’ અને અંદરથી નિકળ્યું કંઈક એવું કે…

Arohi

રાજકોટને રોહિત અને ધવન માટે આ રહ્યો અફસોસ, બંને ખેલાડીઓ તક ચૂકયા

Mayur

રાજકોટમાં ભારતનું શુભમુહૂર્ત : ગુજરાતનું આ મેદાન હતું ભારત માટે અપશુકનિયાળ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!