GSTV
India ટોપ સ્ટોરી

વડાપ્રધાન મોદીની પૂજા થશે, મોદીનું ભવ્યાતિભવ્ય મંદિર બનશે, ૧૦૦ ફૂટ ઉંચી મૂર્તિ સ્થપાશે

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનવાની જાહેરાત થઇ છે, આ મંદિર ઉત્તરપ્રદેશના મેરઠના સરધના વિસ્તારમાં બનશે .

આ મંદિર માટે પાંચ એકરની જમીન નક્કી કરી લેવાઇ છે. તેમાં મોદીની ૧૦૦ ફૂટ ઊંચી મૂર્તિ લગાવાશે.

વડાપ્રધાન મોદીનું મંદિર બનાવાની જાહેરાત એક રિટાયર એન્જિનિયરે કરી છે. રિટાયર એન્જિનિયર જેપી સિંહે આ વાતની જાહેરાત એક પ્રેસ કોન્ફરન્સમાં કરી. તેમાં તેમણે મંદિર અંગે જણાવ્યું કે હવે મોદી ભકતો માટે એક મંદિર હોવું જોઇએ જયાં તેઓ મોદીની પૂજા કરી શકે.

જેપી સિંહના મતે આ મંદિર નિર્માણમાં કેટલાંય કરોડો રૂપિયાનો ખર્ચ આવશે. મંદિર બનાવામાં થનાર ખર્ચ મોદી ભકતો પાસેથી દાનના રૂપમાં લેવાશે.

મંદિરનું ભૂમિ પૂજન ૨૩મી ઓકટોબરના રોજ થશે. તેને બનાવામાં ૨ વર્ષનો સમય લાગશે. જે.પી.સિંહની ઇચ્છા છે કે મંદિરનું ઉદઘાટન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિર માટે મેરઠ કરનાલ હાઇવે પર ૫ એકર જમીન ખરીદી લેવામાં આવી છે. મંદિરમાં સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિના તર્જ પર મોદીની ૧૦૦ ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાશે.

Related posts

LIVE! ગુજરાત ચૂંટણી/ સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન

pratikshah

મતદાનના રેકોર્ડ / જાણો ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન ક્યાં અને ક્યારે નોંધાયું હતું

Nakulsinh Gohil

1 ડિસેમ્બરથી G20ની અધ્યક્ષતા સંભળાશે ભારત, દેશના 100 સ્મારકો રોશનીથી ઝળહળી ઉઠશે

Hardik Hingu
GSTV