GSTV

મુલાયમ સિંહ યાદવનો જન્મદિવસ/ PM મોદીએ ફોન કરી સપા સંસ્થાપકને આપી શુભેચ્છાઓ

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુપીના પૂર્વ સીએમ મુલાયમસિંહ યાદવનો આજે 81મો જન્મ દિવસ છે અને તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

તેમને શુભેચ્છા આપનારાઓમાં પીએમ મોદી પણ સામેલ છે અને વધારે આશ્ચર્યની વાત એ છે કે, પીએમ મોદીએ મુલાયમસિંહને બર્થ ડે વિશ કરવા માટે ટેલિફોન કર્યો હતો અને તેમની સાતે વાત કરી હતી.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મુલાયમસિંહ દેશના સૌથી વરિષ્ઠ અને અનુભવી નેતાઓ પૈકીના એક છે અને તેઓ ખેતી તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ગંભીર નેતાઓ પૈકીના એક છે.હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે કામના કરુ છું.

બીજી તરફ હાલના સીએમ યોગી આદિત્યનાથે પણ મુલાયમસિંહને શુભેચ્છા પાઠવી છે.યુપીમાં તાજેતરમાં જ અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કોઈની સાથે ગઠબંધન કરવાની નથી.મુલાયમસિંહ જોકે હવે વધતી જતી વયના કારણે પાર્ટીના જાહેર કાર્યક્રમોમાં ઓછી દેખા દે છે.

સમાજવાદી પાર્ટીએ પણ મુલાયમસિંહને શુભેચ્છાઓ પાઠવીને કહ્યુ છે કે, નેતાજીના આશીર્વાદથી અમે સામાજીક ન્યાય માટે સંઘર્ષને ચાલુ રાખીને સમાજવાદી પાર્ટીને મજબૂત કરવા માટે પ્રતિબધ્ધ છીએ.

READ ALSO

Related posts

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!