GSTV
Home » News » PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

modi Darbhanga

શ્રીલંકાના કોલંબોમાં થયેલાં સિરિયલ બ્લાસ્ટથી પુરી દુનિયા સમસમી ઉઠી છે. શ્રીલંકામાં થોડા થોડા સમયમાં થયેલા 8 બોમ્બ ધડાકામાં 207થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં 35 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થયો છે. તો 500થી વધુ લોકો ઘાયલ થયા છે. પાડોશી દેશ શ્રીલંકામાં થયેલી આ ઘટના પર ભારત સરકારે સંવેદના વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને નાણામંત્રી અરૂણ જેટલીએ આ ઘટનાની નિંદા કરી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી દેશવાસીઓ તરફથી સાંત્વના આપી હતી. પીએમએ ક્ષીલંકાના કોલંબોના ધાર્મિક સ્થળો પર થયેલાં સીરિયલ બોમ્બ ધડાકાની કડક શબ્દોમાં નિંદા કરી છે. અને દુ:ખની આ ઘડીમાં શ્રીલંકાને તમામ રીતે સંભવિત મદદ કરવા માટે કહ્યુ છે.  તેના સિવાય હુમલામાં ઘાયલ થયેલા નાગરિકો ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

Read also

Related posts

દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છેઃ નીતિન ગડકરી

Kaushik Bavishi

અકળાયેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં સફરજનના બગીચામાં લગાવી આગ, એક્શનમાં સેના

Bansari

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ, આ જિલ્લાએ કરી લીધી છે પૂરેપૂરી તૈયારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!