GSTV

UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની જનરલ ડિબેટને સંબોધી રહ્યા છે વડાપ્રધાન મોદી, આતંકવાદને જળમૂડથી ઉખેડવાનો મુદ્દો

પીએમ મોદી સાંજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75 મા અધિવેશનની મહાસભાને સંબોધન કર્યુ હતુ. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીનું વર્ચુઅલ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દુનિયા એક અલગ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આખું વિશ્વ કોરોના રોગચાળા સાથે કામ કરી રહ્યું છે. આજે ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે.

ભારત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સતત પોતાનું પ્રભુત્વ વધારવા અને પાકિસ્તાને વૈશ્વિક સ્તરે ઉઘાડુ પાડવા માટે મહેનત કરી રહ્યુ છે. જે રીતે પાકિસ્તાન સરહદ અને આસપાસના વિસ્તારોમાં આતંકી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યુ છે, તેનાથી ભારતની સરહદ પર તણાવ ભર્યો માહોલ બની રહી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની હરકતોને બતાવતા કહ્યુ છે કે, છેલ્લા સાત દાયકામાં પાકિસ્તાન પાસે બતાવવા માટે ફક્ત આતંકવાદ, અલ્પસંખ્યા જાતિય સમૂહોને સાફ કરી દેવા, બહુસંખ્યકોની કટ્ટરતા, અને ગેરકાનૂની પરમાણૂ કરારો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પહેલા સચિવ મિજિતો વિનિતોએ જવાબ આપતા અધિકારોને ઉપયોગ કરતા છે કે, પાકિસ્તાની નેતાની હિંસા અને ધ્રુણાને ભડકાવતા પ્રતિબંધિત કરવાની વાત કહી છે. પણ જેમ જેમ વાત કરતા ગયા તેમ તેમ અમે એ વિચારવા પર મજબૂર થયા કે, શું તે પોતાની વાત કરી રહ્યા છે.

ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરતા વીડિયોમાં જમ્મુ કાશ્મીર સહિત ભારતના આંતરિક મામલાની વાત પણ કહી હતી. જે બાદ ભારતે જવાબ આપતા પોતાના અધિકારોનો ઉલ્લેખ કર્યો હતો. જેવા ભારત પર આરોપ લગાવવા શરૂ કર્યા કે, ભારતના પ્રતિનિધિએ સીટ પરથી ઉભી થઈ બહાર નિકળી જવાનું વધારે યોગ્ય લાગ્યુ હતું.

કોરોના વૈશ્વિક રોગચાળા સાથે આખી દુનિયા સંઘર્ષ કરી રહી છે-મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આખું વિશ્વ છેલ્લા સાત-આઠ મહિનાથી વૈશ્વિક રોગચાળાના કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રની તેમાં કોઈ અસરકારક ભૂમિકા જોવા મળી નથી. સંયુક્ત રાષ્ટ્રના કાર્ય કરવાની રીતમાં પરિવર્તન એ સમયની જરૂરિયાત છે.

પીએમ મોદીએ કહ્યું કે જો સદી બદલાય અને આપણે નહીં બદલાય તો પરિવર્તન લાવવાની શક્તિ નબળી પડી જાય છે. છેલ્લાં 75 વર્ષમાં યુનાઇટેડ નેશન્સની ઘણી સિદ્ધિઓ છે, પરંતુ ઘણા પડકારો આજે પણ ઉભા છે. ત્રીજુ વિશ્વ યુદ્ધ થયું નથી, પરંતુ ઘણાં ગૃહ યુદ્ધો થયાં હતાં. આ હુમલાઓમાં, યુદ્ધોમાં મૃત્યુ પામેલા લોકો આપણા જેવા માણસો હતા. તે નિર્દોષ બાળકો કે જેમણે દુનિયા પર છવાઈ જવાનું હતુ, તેઓ દુનિયા છોડીને જતા રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રને ગંભીર આત્મનિરીક્ષણની જરૂર


આજે, સમગ્ર વિશ્વ સમુદાયની સામે એક મોટો પ્રશ્ન છે, તે સંસ્થાનું ગઠન તે સંજોગોમાં થયુ હતુ, જેનું સ્વરૂપ આજે પણ પ્રાસંગિક છે? જો આપણે છેલ્લા 75 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રની ઉપલબ્ધિઓનું મૂલ્યાંકન કરીએ, તો ઘણી સિદ્ધિઓ જોવા મળે છે. એવા પણ ઘણા ઉદાહરણો છે, જે સંયુક્ત રાષ્ટ્રની સામે ગંભીર આત્મનિરીક્ષણની જરૂરિયાત વધારે છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દુનિયા એક અલગ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આખું વિશ્વ કોરોના રોગચાળા સાથે કામ કરી રહ્યું છે. આજે ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે.

ભારતના લોકો યુએન રિફોર્મ્સની રાહ જોઈ રહ્યા છે


ભારતના લોકો યુએનના રિફોર્મ્સને લઈને જે પ્રોસેસ ચાલી રહી છે, ભારતના લોકો ચિંતિત છે કે શું આ પ્રક્રિયા ક્યારેય તાર્કિક અંત સુધી પહોંચશે. ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણય લેવાની રચનાથી કેટલો સમય અલગ રાખવામાં આવશે.

અમારો માર્ગ જગ કલ્યાણનો છે- મોદી

ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં નિર્ણાયક ભૂમિકા ક્યારે મળશે. એક દેશ, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, વિશ્વની 18% થી વધુ વસ્તી ધરાવતો દેશ, સેંકડો ભાષાઓ, સેંકડો બોલીઓ, ઘણી સંપ્રદાયો અને ઘણી વિચારધારાઓ સાથેનો દેશ. જે દેશે વર્ષો સુધી વૈશ્વિક અર્થતંત્રનું નેતૃત્વ કરવા અને વર્ષોના ગુલામી બંનેને જીવી છે, જે દેશમાં થઈ રહેલાં પરિવર્તનનો પ્રભાવ દુનિયાનાં સૌથી મોટા હિસ્સા પર પડે છે. તે દેશને આખરે ક્યાં સુધી રાહ જોવી પડશે?

અમે આખા વિશ્વને એક પરિવાર માનીએ છીએ

પીએમ મોદીએ કહ્યું કે અમે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ. તે આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને વિચારસરણીનો ભાગ છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે હંમેશાં વિશ્વ કલ્યાણને પ્રાધાન્ય આપ્યું છે.

વિકાસયાત્રાના અનુભવો શેર કરવામાં ક્યારેય પાછળ રહેતા નથી


જ્યારે ભારત કોઈની તરફ મિત્રતાનો હાથ લંબાવે છે, ત્યારે તે કોઈ ત્રીજા દેશની વિરુદ્ધ હોતો નથી. જ્યારે ભારત વિકાસની ભાગીદારીને મજબુત બનાવે છે, ત્યારે તેની પાછળ કોઈ પણ સાથી દેશને મજબૂર કરવાની કોઈ વાત નથી. અમારી વિકાસ યાત્રામાંથી મળેલાં અનુભવો શેર કરવામાં અમે ક્યારેય પાછળ રહેતા નથી.

ફાર્મા ઉદ્યોગ દ્વારા 150 થી વધુ દેશોમાં આવશ્યક દવાઓ મોકલવામાં આવી છે – મોદી


રોગચાળાના આ મુશ્કેલ સમયમાં પણ, ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દ્વારા 150 થી વધુ દેશોમાં આવશ્યક દવાઓ મોકલવામાં આવી છે. આજે, વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક દેશ તરીકે, હું વૈશ્વિક સમુદાયને બીજી ખાતરી આપવા માંગું છું. ભારતની Vaccine Production અને Vaccine Delivery ક્ષમતા આ સંકટમાંથી સમગ્ર માનવતાને બહાર કાઢવા માટે કામ આવશે.

ભારતનો અવાજ માનવતા, માનવ જાતિ અને માનવીય મૂલ્યોનાં દુશ્મન-આંતકવાદ અને ગેરકાયદેસર હથિયારોની તસ્કરી, ડ્રગ્સ અને મની લોન્ડરિંગની સામે ઉઠશે.

મોદીએ પરિવર્તનનાં ત્રણ મંત્રો આપ્યા

ભારતનો સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિ, હજારો વર્ષોનો અનુભવ વિકાસશીલ દેશોને હંમેશા શક્તિ આપશે. પાછલા કેટલાક વર્ષોમાં, રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મ (Reform-Perform-Transform)ના મંત્ર સાથે, ભારત કરોડો ભારતીયોના જીવનમાં મોટા ફેરફારો લાવ્યું છે. આ અનુભવો આપણા જેવા વિશ્વના ઘણા દેશો માટે ઉપયોગી છે.

40 કરોડથી વધુ લોકો બેંકિંગ સાથે જોડ્યા


ફક્ત 4-5 વર્ષમાં 40 કરોડથી વધુ લોકોને બેંકિંગ સિસ્ટમમાં જોડવાનું સરળ ન હતું. પરંતુ ભારતે આ કરી બતાવ્યું. ફક્ત 4-5 વર્ષમાં 60 કરોડ લોકોને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવું સરળ નહોતું. પરંતુ ભારતે આ કરી બતાવ્યું.

ભારત પ્રગતિના માર્ગ પર છે – મોદી


આજે, ભારત તેના ગામોના 15 કરોડ ઘરોમાં પાઈપોથી પીવાનું પાણી પહોંચાડવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ ભારતે તેના છ લાખ ગામોને બ્રોડબેન્ડ ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાની એક વિશાળ યોજના શરૂ કરી છે.

આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ


અમે કોરોના રોગચાળા પછી સર્જાયેલા સંજોગો પછી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારત અભિયાન પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે બળ ગુણક (Force Multiplier)બનશે.

READ ALSO

Related posts

લોન મોરેટોરિયમ/ ચશ્મા વેચનારા એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6,500 કરોડનો ફાયદો

Karan

કોરોના દર્દીઓનું મગજ 10 વર્ષ ઘરડું થયાનો સંશોધનમાં ખુલાશો, સાજા થયા પછી માનસિક સ્થિતિમાં ઘટાડો

Karan

ફ્રેન્ચ પ્રોડક્ટની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં કૂદી પડ્યો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર, મેક્રોને સંભળાવી ખરીખોટી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!