પીએમ મોદીએ શુક્રવારે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન(SCO) દેશોની મોટી બેઠકને સંબોધિત કરી. આ વખતે બેઠક તાજિકિસ્તાનના દુશામ્બેમાં થઇ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન તાજિકિસ્તાનને એમની આઝાદીના 30 વર્ષ થવા પર શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ઈરાન, સાઉદી અરબ, મિસ્ત્ર અને કતારને SCO ગ્રુપમાં સામેલ થવા પર સ્વાગત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે નવા સભ્યોથી આપણું ગ્રુપ વધુ મજબૂત થઇ રહ્યું છે.
‘કટ્ટરતા દુનિયા માટે મોટો પડકાર’
પીએમ મોદીએ કહ્યું કે આપણા ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર શાંતિ-સુરક્ષાથી સબંધિત છે, અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમે આ પડકારને સ્પષ્ટ કરી દીધો છે. પીએમ મોદીએ કહ્યું કે SCO સમિટે કટ્ટરતાથી નિપટવા માટે પગલાં ભરવા જોઈએ, ઇસ્લામ સાથે જોડાયેલ પણ કેટલી સંસ્થા છે એમણે સબંધ બનાવવા જોઈએ અને આગળ કામ કરવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે જે કેલેન્ડર પ્રસ્તાવિત કર્યા છે, એના પર કામ જરૂરી છે. કટ્ટરતાથી લડાઈ, ક્ષેત્રીય સુરક્ષા માટે આવશ્યકતા છે અને સાથે જ યુવાનોના ભવિષ્ય માટે ખુબ જરૂરી છે. વિક્સિત વિશ્વ સાથે પ્રતિસ્પર્ધા માટે આપણે સ્ટેકહોલ્ડર બનવું પડશે.
‘એકબીજ સાથે ઓપનસોર્સ શેર કરવું જરૂરી’
પીએમ મોદીએ કહ્યું કે ભારતે પોતાને ત્યાં કરેલ ઘણા પ્રયાસો દુનિયા સાથે શેર કર્યા છે, SCO દેશોને પોતાની વચ્ચે પણ ઓપનસોર્સનું આદાન-પ્રદાન હોવું જોઈએ. સેન્ટ્રલ એશિયાની પુરી ભૂમિકા જરૂરી છે, આ દેશોને ભારતના બજારમાં જોડાઈ ફાયદો થઇ શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે ઈરાનના ચાબહાર પોર્ટમાં અમારું રોકાણ આ વાસ્તવિકતાથી પ્રેરિત છે. કોઈ કનેક્ટિવિટી પહેલ વન-વે હોઈ શકે નહીં, તે પારદર્શક હોવી જરૂરી છે જેમાં દરેકનો હિસ્સો હોય.
અફઘાનિસ્તાનમાં જે પ્રકારની પરિસ્થિતિ છે અને ત્યાં તાલિબાન સરકારની રચના પણ આ બેઠકમાં મહત્વની ચર્ચા થઈ શકે છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પહેલાથી જ દુશાંબેમાં હાજર છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દુશાંબેમાં જ મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ ઉપરાંત એસ. જયશંકરે અહીં ઈરાન, આર્મેનિયા અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓને પણ મળ્યા હતા.
બેઠકમાં કોણ હાજર
તમને જણાવી દઈએ કે SCO ગ્રુપમાં કુલ આઠ દેશો સામેલ છે, વર્ષ 2017માં જ ભારત અને પાકિસ્તાનને આ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા છે. તેમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન