GSTV

ભારતમાં વેદોએ હજ્જારો વર્ષ ૫હેલા સૂર્યને વિશ્વની આત્મા ગણાવ્યો છે : PM નરેન્દ્ર મોદી

ભારતના યજમાન પદે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન કોન્ફરન્સમાં ભાગ લેવા 47 દેશોના પ્રતિનિધીઓ દિલ્હી આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, સુર્યદેવતા આપણા સૌથી મોટા સાથી છે. વિશ્વની તમામ સભ્યતાએ સુર્યને મહત્વ આપ્યું છે. ભારતમાં સોલાર યોજનાને લાગુ કરવા સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. જેથી સરકારે સોલાર ઉર્જાને વધારે બળ આપવા માટે ભારતમાં ઉર્જા વિસ્તારના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ભારતમાં વેદોએ હજારો વર્ષ પહેલા સૂર્યને વિશ્વની આત્મા ગણાવી છે.

ભારતમાં સૂર્યને પોષક માનવામાં આવે છે.  ભારતમાં 2022 સુધીમાં 175 ગીગા વોટ વીજળી ઉત્પાદન કરવાનુ લક્ષાંક રાખવામાં આવ્યું છે. જેમાથી 100 ગીગા વોટ સોર ઉર્જાનું ઉત્પાદન થવાનું છે. પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મૈક્રોં સંયુક્ત રૂપે આ સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યાં છે. સૌર ઉર્જાના 121 દેશોના સંગઠનની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર કરી છે. સંમેલનમાં ભાગ લેવા શ્રીલંકા, બાંગ્લાદેશ, સેશેલ્સ. ઘાના, ઓસ્ટ્રેલિયા, ફિજી, મોરશિયસ સહિતના દેશોના નેતા ભારત આવ્યા છે.

Related posts

રેપ કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, કાલે 11 વાગે થશે પૂછપરછ

pratik shah

Bigg Boss 14: બિગ બૉસ હાઉસમાં થશે રાધે માની એન્ટ્રી? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

Bansari

એક ધક્કા ઓર દો, બાબરી મસ્જીદ તોડ દો જેવી ઉશ્કેરણીઓને કારણે તૂટ્યો ઢાંચો, અમે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું

Karan
Do NOT follow this link or you will be banned from the site!