GSTV

PM Modi Security Breach : PM મોદી સામે CM ચન્નીનો શેર- ‘તુમ સલામત રહો કયામત તક ઔર ખુદા કરે કયામત ન હો…’

Last Updated on January 13, 2022 by Vishvesh Dave

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ બદલ ખેદ વ્યક્ત કર્યો છે. ગુરુવારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને કહ્યું, તમે અમારા માટે સન્માનીય છો. તમે પંજાબ આવ્યા છો, તમારી મુલાકાત દરમિયાન જે બન્યું તેના માટે અમે દિલગીર છીએ. આ દરમિયાન સીએમ ચન્નીએ વડાપ્રધાન મોદી માટે શેર પણ વાંચ્યા હતા.

PM Modi Security Breach: सीएम चन्नी ने मांगी पीएम मोदी से मांफी, सलामती के  लिए अर्ज किया शेर - PM Narendra Modi Security CM Channi apology prayer for well  being Punjab ntc -

ચરણજીત સિંહ ચન્નીએ પીએમ મોદીને કહ્યું, “તુમ સલામત રહો કયામત તક ઔર ખુદા કરે કયામત ન હો….” તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન પીએમનો કાફલો 20 મિનિટ સુધી હાઈવે પર અટવાઈ ગયો હતો, કારણ કે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે હતા.

આ પહેલા સીએમ ચન્નીએ કહ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ખામી નથી. પીએમની સુરક્ષાને કોઈ ખતરો નહોતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન પર કોઈ હુમલો થયો નથી.

ભાજપને કરી હતી રાજનીતિ ન કરવા અપીલ

સીએમ ચન્નીએ વડાપ્રધાન મોદીને સુરક્ષાને રાજકીય મુદ્દો ન બનાવવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓએ આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. આ મુદ્દે બિનજરૂરી રાજનીતિ ન થવી જોઈએ. સીએમ ચન્નીએ કહ્યું હતું કે હું ખેડૂતો પર લાઠી ન ચલાવી શકું. પોતાનો ખુલાસો રજૂ કરતાં તેમણે કહ્યું કે જો કંઈ હશે તો તપાસ કરાવીશું.

તપાસ માટે કમિટીનીનું એલાન

પીએમ મોદીની સુરક્ષામાં કઇ રીતે ક્ષતિ રહી તે તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. પંજાબમાં પાંચ સભ્યોની સમિતિ સુરક્ષામાં ખામીની તપાસ કરશે. આ સમિતિમાં જસ્ટિસ (નિવૃત્ત) ઈન્દુ મલ્હોત્રા, ડીજી (અથવા નોમિની) એનઆઈએ, ડીજી ચંદીગઢ અને પંજાબના એડીજીપી (સુરક્ષા)નો સમાવેશ હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!