GSTV
Home » News » અમદાવાદના આંગણે રચાશે ઇતિહાસ, સાબરમતીમાં ઉતરશે PM નું સી-પ્લેન

અમદાવાદના આંગણે રચાશે ઇતિહાસ, સાબરમતીમાં ઉતરશે PM નું સી-પ્લેન

અમદાવાદમાં સુરક્ષાના કારણોસર વહીવટી તંત્રએ PM મોદીના રોડ શોને મંજૂરી આપી નથી. ત્યારે હવે PM આજે અમદાવાદમાં એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનશે. પીએમ મોદી આજે અમદાવાદના રિવરફ્રન્ટમા સી પ્લેન દ્વારા ધરોઈ ડેમના તળાવ પહોંચશે અને ત્યાંથી બાય રોડ અંબાજી પહોંચીને મા અંબાના ધામમાં શીષ ઝૂકાવશે.

અમદાવાદમાં સવારે સાડા નવ વાગ્યા આસપાસ સરદાર બ્રિઝ પાસે સી પ્લેન સાબરમતીના પાણીમાં ઉતરશે અને આ જ પ્લેન દ્વારા પીએમ ધરોઈ ડેમના તળાવમાં લેન્ડ થશે.

શું છે સી-પ્લેન ?

જમીન અને પાણી ઉપર ટેકઓફ અથવા લેન્ડ કરવાની ક્ષમતા ધરાવતા સી પ્લેનને એમ્ફીબીયસ એરક્રાફ્ટ પણ કહેવાય છે. આ પ્લેનનો બીજા વિશ્વ યુદ્ધ વખતે ઉપયોગ કરાયો હતો. વર્તમાન સમયમાં સી પ્લેનનો ઉપયોગ જંગલમાં લાગેલા દાવાનળને ઓલવવા તેમજ દ્વીપોના સમૂહ વચ્ચે એર ટ્રાન્સપોર્ટેશનમા થાય છે. આ ઉપરાંત રસ્તા ન હોય તેવા અંતરિયાળ વિસ્તારોમાં જળમાર્ગનો ઉપયોગ કરવામાં પણ મદદરૂપ થાય છે.

કેવી હોય છે સી-પ્લેનની રચના ?

સી પ્લેનની રચના સામાન્ય વિમાન કરતા જૂદી હોય છે. પ્લેનના ફ્યુઝલેજની નીચે બે ફ્લોટ્સ મુકવામાં આવે છે. પ્લેન લેન્ડ થાય ત્યારે ફ્લોટ્સની મદદથી પાણી પર પ્લેન લેન્ડ થાય છે. પ્લેન લેન્ડ થાય ત્યારે ફક્ત ફ્લોટનો પાણી સાથે સંપર્ક થાય અને ફ્યુઝલેજ સહિતનો વિમાનનો ભાગ પાણીની ઉપર તરતો રહે છે. નાના એરક્રાફ્ટમાં સહેલાઈથી ફ્લોટ્સ લગાવી શકાય છે. એટલે સી પ્લેન મોટાભાગે નાના એરક્રાફ્ટસ જ હોય છે.

Related posts

મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે US રક્ષામંત્રી સાથે કરી વાત: કહ્યું- કાશ્મીર આંતરિક મામલો

Riyaz Parmar

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ,વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો

Path Shah

ગૃહ મંત્રી અમિત શાહ પહેલી સપ્ટેમ્બરે આવશે ગુજરાત, આ કોલેજનું કરશે લોકાર્પણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!