GSTV
Home » News » એવું લાગે છે કે મોદીને ગાળો આપવાની ઓલમ્પિક ચાલી રહી છે : પ્રધાનમંત્રી

એવું લાગે છે કે મોદીને ગાળો આપવાની ઓલમ્પિક ચાલી રહી છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિપક્ષ પર એ કહીને પલટવાર કર્યો હતો કે, મહામિલાવટ વાળાઓનું મુખ્ય કામ તેમનો મજાક ઉડાવવો છે. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે, તમામ લોકો તેમને ગાળો આપવાની ઓલમ્પિકમાં પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે.

પીએમ મોદીએ ફરી એકવાર વિપક્ષને મહામિલાવટ બતાવતા આરોપ લગાવ્યો કે, તેમના નેતાઓ માત્ર ફોટો માટે દિલ્હી અને કલકત્તામાં એક બીજાનો હાથ પકડીને નજર આવે છે. વધુમાં તેમણે કહ્યું કે, મહામિલાવટ વાળાઓનું કામ બસ મોદીને ગાળો આપવાનું છે. એવું લાગે છે કે મોદીને ગાળો આપવાની ઓલમ્પિક ચાલી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીના પરિણામો બતાવશે કે લોકો સાથે ખોટું બોલવાનો અર્થ શું હોય છે. પ્રધાનમંત્રીએ વામમોર્ચાનું નામ લીધા વિના હુમલો કરતા કહ્યું કે, એ જ્યારે રાજ્યોમાં સત્તા પર હતા તો તેમણે અસંગઠિત ક્ષેત્રોમાં ખેડૂતો માટે કામ કરવામાં કોઈ રૂચિ નહોતી દાખવી.

પીએમ મોદીએ કહ્યું કે, હવે પહેલીવાર ત્રિપુરામાં ભાજપની સરકાર બનતા અનાજ ઓછામાં ઓછા મૂલ્ય પર ખરીદવામાં આવે છે. આ સિવાય સાતમાં વેતન આયોગને લાગુ કરવામાં આવ્યો છે. જે ત્રિપુરા રાજ્યને જલસીમા વિહીન ક્ષેત્રના નામ પર વિકાસથી વંચિત રાખવામાં આવ્યું હતું તેને દક્ષિણ પૂર્વ એશિયાનું હવે પ્રવેશદ્વાર બનાવવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!