GSTV

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

કોરોનાનું સંકટ દેશ અને દુનિયામાં લગાતાર યથાવત છે. ભારતમાં કોરોનાની અનેક રસી પર ટ્રાયલ ચાલુ છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જયારે ભારતને રસી મળશે ત્યારે દરેકને તે રસી આપવામાં આવશે. કોરોના સંકટને લઈને પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતમાં લેવાયેલા નિર્ણયો અને લોકોની મદદથી અનેકનો જીવ બચી ગયો છે. લોકડાઉન લાગુ કરવા અને પછી અનલોક પ્રક્રિયામાં જવાનો સમય સંપૂર્ણપણે યોગ્ય હતો.

ભારત સરકારે સમયસર લીધેલા નિર્ણયથી અનેક લોકોના પ્રાણ બચ્યા

એક ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિનને લઈને ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનના સવાલમાં કહ્યું હતું કે, હું દેશને આશ્વસ્ત કરાવવા માંગુ છું કે, દેશમાં વેક્સિન ઉપલ્બ થશે. દરેક નાગરિકોને તે દેવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. કોરોના સંકટને લઈને પ્રધાનમંત્રીએ ભારત સરકારના સમય પર લેવામાં આવેલા નિર્ણયો અને લોકોની મદદથી ઘણા જીવન બચાવી શકે છે. લોકડાઉન લગાવવા અને ફરી અનલોકની પ્રક્રિયામાં જવાની ટાઈમીંગ સાચી હતી. ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસનું સંકટ હજુ પણ યથાવત છે. તેવામાં લોકોએ સાવધાની રાખવી જોઈએ. તહેવારોના દિવસોમાં લોકોએ વધારે સતર્ક રહેવું જોઈએ. આ કોઈ પણ પ્રકારની ઢીલ દેવાનો સમય નથી.

એક વ્યક્તિને વેક્સિન આપવા પાછળ થશે આટલો ખર્ચ

તમને જણાવી દઈએ કે, ભારત સરકાર તરફથી અત્યારથી જ વેક્સિનના ડિસ્ટ્રીબ્યુશનની તૈયારી કરવામાં આવી રહી છે. કારણ કે સમયસર તેને સમગ્ર દેશમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી શકે. એક અનુમાન પ્રમાણે સરકારે શરૂઆતના સમયમાં તમામ દેશવાસીઓને વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે 50 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. એક વ્યક્તિને વેક્સિન આપવા પાછળ આશરે 385 રૂપિયા સુધીનો ખર્ચ આવશે. જો કે હજુ ઓફિશિયલ તેની જાહેરાત નથી કરવામાં આવી અને ન તો ભારત સરકાર તરફથી કે કોઈ પ્રકારનો ઓફિશિયલ પ્લાનની જાહેરાત કરવામાં આવ્યો છે. પરંતુ દેશમાં વૈજ્ઞાનિકો સતત વેક્સિન બનાવવાનું કામ કરી રહ્યાં છે. અને વેક્સિનનું ટ્રાયલ હવે આગળના સ્ટેજમાં પહોંચ્યું છે.

બિહાર વિધાનસભાના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી જાહેરાત

જા કે, તાજેતરમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ અંગે જાહેરાત કરી હતી કે, સત્તામાં આવશે તો તમામ બિહારવાસીઓને ફ્રીમાં કોવિડ વેક્સિન ઉપલબ્ધ કરાવશે. જે બાદ ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યાં હતાં. રાજનીતિક દળોએ સરકારની કોવિડ વેક્સિન પ્લાન પર નિશાન સાધ્યું હતું અને ચૂંટણી ફાયદા સાથે જોડ્યું હતું. જો કે, ભાજપે સ્પષ્ટતા કરી હતી કે, ભારત સરકાર તરફથી જે રીતે રાજ્ય સરકારને વેક્સિન આપશે. તે બાદ ભાજપની સરકાર રાજ્ય સરકારના સ્તર પર લોકો માટે તેને ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે.

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!