GSTV
Home » News » મોદી હવે નથી રહ્યા ‘ચોકીદાર’ રિઝલ્ટ આવી જતાં ગણતરીના કલાકોમાં બની ગયા PM

મોદી હવે નથી રહ્યા ‘ચોકીદાર’ રિઝલ્ટ આવી જતાં ગણતરીના કલાકોમાં બની ગયા PM

લોકસભા ચૂંટણીમાં જંગી જીત મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પરથી પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દ હટાવી દીધો છે. લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીએ ચોકીદાર ચોરનું નામ આપી પ્રહાર કર્યા હતા. પોતાની તમામ સભાઓમાં રાહુલ ગાંધી રાફેલ ડિલના મુદ્દાને વળગીને નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર હૈ કહેતા હતા.

જે પછી ભાજપે એ શબ્દને જ પોતાનું બ્રહ્માસ્ત્ર બનાવી મેં ભી ચોકીદાર નામનું અભિયાન ચલાવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત દેશના ઘણા લોકો ભાજપ સાથે જોડાયા હતા. આખરે ચોકીદાર શબ્દને જ આગળ રાખી ભાજપ ચૂંટણી જીતી ગયું હતું.

આ પહેલા 2014ની ચૂંટણીમાં પણ મોદીને ‘ચ’ શબ્દ કંઈક વધારે જ ફળ્યો હતો. તેમણે ચા વેચનાર પણ પ્રધાનમંત્રી બની શકે તેવું કેમ્પેઈન ચલાવ્યું હતું અને ચાઈ પે ચર્ચા નામનો કાર્યક્રમ પણ પોતાની ચૂંટણીમાં એપ્લાઈ કર્યો હતો. આખરે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ નરેન્દ્ર મોદીએ પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દની બાદબાકી કરી નાખી છે. જેથી ટ્વીટર પર હવે માત્ર નરેન્દ્ર મોદી લખેલું જ જોવા મળી રહ્યું છે.

તો બીજી તરફ ગાંધીનગર લોકસભા બેઠક પરથી વિજેતા બનેલા અમિત શાહે પણ પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દને હટાવી દીધો છે. તેમના ટ્વીટર એકાઉન્ટ પર હવે માત્ર અમિત શાહ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે લાલ કૃષ્ણ અડવાણીની વિદાય બાદ રાષ્ટ્રીય નેતૃત્વની માગને પહોંચી વળવા ભાજપે ફરી એકવાર મજબૂત નેતાને મેદાને ઉતાર્યા હતા. જેમાં આજ રોજ સી.જે.ચાવડા સામે અમિત શાહે જંગી જીત મેળવી છે.

અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં વિવિધ જાહેર સભામાં કોંગ્રેસના પ્રસિડેન્ટ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. રાફેલ ફાઇટર જેટ વિમાનોની ખરીદીમાં મોદીએ મોટો ભ્રષ્ટાચાર કરીને પોતાના મિત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપી દીધાનો આક્ષેપ રાહુલ ગાંધીએ અનેક વખત કર્યો હતો ત્યારબાદ  રાહુલે મોદીને ‘ચોર’નું બિરુદ આપ્યું હતું, કારણ કે વડાપ્રધાન મોદીએ અનેક વખત જાહેરમાં કહ્યુ હતુ કે હું આ દેશનો ચોકીદાર છું અને દેશની તિજોરી પર કોઇનો પંજો પડવા દઇશ નહી.

મોદી અને અમિત શાહ દ્વારા  ગાંધી પરિવાર પર વારંવાર આકરા પ્રહારો કરાતા હતા જેને પગલે રાહુલ ગાંધીએ રાફેલ કૌભાંડનો હવાલો આપી ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો. જેની સામે વડાપ્રધાન મોદીએ પણ વળતો પ્રહાર કરી મૈં ભી ચોકીદાર એ પ્રકારનું સુત્ર આપ્યું હતું. એટલું જ નહી મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી નાખ્યો હતો. જેને પગલે અમિત શાહ અરૂણ જેટલી, રાજનાથ સિંહ ,સુષ્મા સ્વરાજ જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિતના અનેક મંત્રી તથા ભાજપના આગેવાનોએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો પરંતુ હવે ચૂંટણી સંપન્ન થતા ખુદ મોદીએ જ પોતાના નામની આગળથી  ચોકીદાર શબ્દને હટાવી લીધો છે. મોદીની અપીલને પગલે ભાજપના મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દને હટાવવાનું શરૂ કરી દીધું છે.

Read Also

Related posts

મોદી સરકારનો આ છે વિકાસ, દેશની 28 જાયન્ટ કંપનીઓને વેચવી પડે તેવી હાલત ખરાબ

Path Shah

S-400 મિસાઈલ મામલે ભારતનાં તીખા તેવર: અમેરિકાને કહ્યું- અમે તે જ કરીશું, જે રાષ્ટ્રહિતમાં હશે

Riyaz Parmar

BJP નેતા કૈલાશ વિજયવર્ગીયનાં દબંગ MLA પુત્રની ધરપકડ, બેટ વડે કર્યું હતું કારનામું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!