India News ટોપ સ્ટોરી

જાતિવાદ ફેલાવે છે કોંગ્રેસ, તેના નેતાઓની રગોમાં જ નફરતઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અલવરમાં કોંગ્રેસ પર ચાબખાબાજી કરી છે. તેમણે રામમંદિરના મામલાને સુપ્રીમ કોર્ટમાં ટાળવા અને જાતિવાદ ફેલાવવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો છે. કોંગ્રેસ પર તેમણે રામમંદિર મામલે ખતરનાક ખેલ ખેલવાનો અને ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

કોંગ્રેસ પર જાતિવાદનું ઝેર ફેલાવવાનો આરોપ લગાવતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ ઘમંડી પાર્ટી છે. તેઓ જાતિવાદ ફેલાવે છે. કોંગ્રેસની રગોમાં નફરત દોડી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ જાતિવાદની વાત કરે છે. વડાપ્રધાન મોદીએ ક્હયુ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મારી જ્ઞાતિને લઈને શાબ્દિક હુમલા કરે છે. જ્યારે લોકોએ નારાજગી વ્યક્ત કરી, તો કોંગ્રેસના હાઈકમાન્ડે નેતાને સસ્પેન્ડ કરી દીધા. પરંતુ થોડા દિવસ બાદ તે નેતાના પાછા ગળે લગાવી લીધા. કોંગ્રેસના નેતા જાતભાતના શબ્દો વાપરે છે. મારી જ્ઞાતિ પર શાબ્દિક હુમલા કરે છે. જ્યારે કોંગ્રેસને કંઈજ સમજમાં આવતું નથી અને બોલવા માટે કંઈ બાકી બચતું નથી. તો કોંગ્રેસ જ્ઞાતિ પર બોલે છે.

અલવરની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડળ કમિશન મામલે પણ કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જ્યારે સંસદમાં મંડળ કમિશનનો મુદ્દો આવ્યો. તો સૌથી વધુ ઝેર ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઓક્યું હતું. રાજીવ ગાંધીની આવી વાતો આજે પણ સંસદમાં ગુંજે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસને ભારતરત્ન માત્ર પોતાના હાઈકમાન્ડને આપ્યા છે. એક પરિવારના ચાર ભારત રત્ન આપ્યા છે. સરકારમાં રહેતા કોંગ્રેસને બાબાસાહેબ આંબેડકરની યાદ આવી નથી. કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને નિશાને લેતા ક્હયુ છે કે કોંગ્રેસના નેતાનો વીડિયો વાઈરલ થયો છે. તેમા લોકો કોંગ્રેસના નેતાની સામે ભારતમાતાની જયના સૂત્રો લગાવે છે. તો કોંગ્રેસના નેતા તેમને કહે છે કે ભારત માતાની જય નહીં સોનિયા ગાંધીની જય બોલો
વડાપ્રધાન મોદીએ વન રેન્ક વન પેન્શન મામલે કહ્યુ છે કે કોંગ્રેસે ચાલીસ વર્ષ લગાવી દીધા. પરંતુ જવાનોને વન રેન્ક વન પેન્શન આપ્યું નહીં. હાલની કેન્દ્ર સરકારે સત્તામાં આવ્યા બાદ સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન લઈને આવી.

Read Also 

Related posts

કેજરીવાલે જે નિવેદન કટાક્ષમાં કર્યું હતું ભાજપે તેને સિરીયસલી લઈ લીધું અને કર્યું એવું કે…

Mayur

સંસદિય દળની બેઠકમાં ખુરશી પરથી મોદી ઉભા થયા, પછી કર્યુ એવું કામ કે બધા નેતાઓ જોતા રહિ ગયા

Riyaz Parmar

વડોદરામાં રાત્રે વરસાદનું દે ધનાધન, દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદથી પ્રિમોન્સુન પ્લાન ધોવાયો

Shailesh Parmar
Do NOT follow this link or you will be banned from the site!