GSTV
Home » News » તાઉમ્ર ગાલિબ યે ભૂલ કરતા રહા,ધૂલ ચહેરે પર થી ઔર મૈં આઇના સાફ કરતા રહા!

તાઉમ્ર ગાલિબ યે ભૂલ કરતા રહા,ધૂલ ચહેરે પર થી ઔર મૈં આઇના સાફ કરતા રહા!

સંસદનાં બન્ને ગૃહ(લોકસભા અને રાજ્યસભા)માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં અભિભાષણ પર છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહિ છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં લાંબુલચક ભાષણ આપીને કોંગ્રેસ સહિતનાં વિપક્ષોને વિવિધ મુદ્દે આડે હાથ લીધા હતાં.

પીએમ મોદીએ કોંગ્રેસનાં એ નિવેદનનો જવાબ આપ્યો હતો, જ્યારે ચૂંટણી પરિણામો બાદ કોગ્રેસે જણાંવ્યું હતું કે નરેન્દ્ર મોદીની જીત એટલે કે દેશનું હારી જવું. પીએમ મોદીએ જણાંવ્યું કે, 55 વર્ષથી સત્તામાં રહ્યા તેમ છતાં 17 રાજ્યોમાં એક સીટ ન મેળવી શક્યા. તો શું દેશ હારી ગયો

રાજ્યસભામાં જવાબ આપતા પીએમ મોદી બોલ્યા કે, આપ તો જીતી ગયા, પરંતુ દેશ હારી ગયો.. આવા શબ્દો બોલવા દેશની જનતાનું અપમાન છે. પીએમ બોલ્યા કે શું વાયનાડમાં હિન્દુસ્તાન હારી ગયું, શું રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયું કે પછી અમેઠીમાં હિન્દુસ્તાન હારી ગયું.

કોંગ્રેસ હારી એટલે દેશ હાર્યો, આવું માનવું સંપુર્ણ ખોટું છે. શું કોંગ્રેસને મતલબ એટલે દેશ. શું 17 રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું તો હિન્દુસ્તાન હારી ગયું. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇવીએમ મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી.

રાજ્યસભામાં ગુલામનબી આઝાદનું નિવેદન

ગઇ કાલે રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ બલોતા હતાં. ત્યારે તેમણે કહ્યું કે ભાજપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યું છે. તેમજ વિભાજનકારી રાજનીતિ રમીને ચૂંટણી જીતી ગઇ છે, પરંતુ તેમની નીતિઓને કારણે દેશ હારી ગયો છે.

ગુલામનબી આઝાદે ઝારખંડની મોબ લિંચિંગની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અમારે ન્યૂ ઇન્ડિયા નથી જોઇતું જ્યાં લોકોની લિંચિગ કરવામાં આવે છે.અમારૂ જુનુ ભારત આપી દો.

જો કે આજે પીએમ મોદી પણ તક ચુક્યા નહોતા અને ગુલામ નબી આઝાદનાં આ નિવેદનનો શાયરાના અંદાઝમાં જવાબ આપ્યો હતો. તેમજ મશહુર શાયર મિરઝા ગાલિબની શાયરી સદનમાં કહીને તમામને હસાવ્યા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.

READ ALSO

Related posts

વિકાસની વાતો કરતી મોદી સરકારની બીજી ટર્મમાં આયાત-નિકાસમાં 10 અબજનો ઘટાડો

Mayur

વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય પાક. પર જ ભારે પડ્યો, જીવનરક્ષક દવાઓની તીવ્ર અછત સર્જાઈ અને…..

Dharika Jansari

નફ્ફટ આતંકીઓએ પેટ્રોલિંગના વિસ્તારમાં સુરંગ બિછાવતા, માઈન વિસ્ફોટના કારણે જવાન શહીદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!