GSTV
India News ટોપ સ્ટોરી

QUAD BREAKING: ક્વાડ બેઠકમાં મોદીનો હુંકાર! ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા વધી, ટોક્યોમાં મિત્રો વચ્ચે હોવું તે સૌભાગ્ય

જાપાનમાં આજે QAUD બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આ બેઠકમાં ભાગ લેવા વિશ્વના ચાર દેશોના વડા એક્ઠા થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા ટોક્યોમાં QUAD લીડર્સ સમિટ માટે ભેગા થયા.

QUAD સમિટમાં પીએમ મોદીએ હુંકાર કર્યો હતો.પીએમ મોદીએ તેમને સંબોધનમાં જણાવ્યું કે ટૂંકા ગાળામાં QUADએ ખાસ જગ્યા બનાવી છે. QUADની સંભવાના વધુ વ્યાપક છે. ટોક્યોમાં મિત્રો વચ્ચે હોવું કે સૌભાગ્ય છે.ચીનની વધતી આક્રમકતા વચ્ચે, કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે તેમની સંયુક્ત પ્રતિબદ્ધતા છે. આર્થિક સહયોગ સાથે સંકલન વધ્યું છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા વધી રહી છે. ક્વાડની છબી વધુ મજબૂત બની રહી છે.

ક્વાડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યૂક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, રશિયા યૂક્રેનમાં સ્કૂલને પણ નિશાન બનાવી રહ્યુ છે. રશિયાનો આજે આખી દુનિયા વિરોધ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, હિંદ-પ્રશાંત મહાસાગરમાં સ્થિરતા જરૂરી. અને આ વિસ્તારની સુરક્ષા માટે ક્વાડ કટીબદ્ધ છે.

આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન લોકતાંત્રિક મૂલ્યોને પડકારી રહ્યું છે અને પ્રતિરોધક બિઝનેસ સિસ્ટમ અપનાવી રહ્યું છે.

READ ALSO

Related posts

Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ

Binas Saiyed

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah
GSTV