GSTV
Home » News » એર ઇન્ડિયાના બોર્ડિંગ પાસ પર પીએમ મોદીની તસવીર, વિવાદ બાદ એરલાઈને લીધો દૂર કરવાનો નિર્ણય

એર ઇન્ડિયાના બોર્ડિંગ પાસ પર પીએમ મોદીની તસવીર, વિવાદ બાદ એરલાઈને લીધો દૂર કરવાનો નિર્ણય

પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીની તસવીરોવાળા બોર્ડિંગ પાસ બહાર પાડવાના કારણે એર ઇન્ડિયાની નિંદા થઈ રહી છે. ત્યારબાદ એર લાઇને પહેલાં કહ્યું હતું કે, આ પાસ ‘ત્રીજા પક્ષ’ની જાહેરાત રૂપે બહાર પાડવામાં આવ્યા હતા. જો તેનાથી આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હોય તો, તેને પાછા ખેંચી લેવામાં આવશે. તેવામાં હવે બોર્ડિંગ પાસ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખમંત્રી વિજય રૂપાણીની તસવીર દૂર કરવાનો એરઇન્ડિયાએ નિર્ણય લીધો.

એર ઇન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું છે કે, એર ઇન્ડિયાએ વઈબ્રંટ ગુજરાતના બોર્ડિંગ પાસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે, જેમાં વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીની તસવીરો હતી. પંજાબના પૂર્વ ડીજીપી શશિકાંતે સોમવારે ન્યૂ દેલ્હી એરપોર્ટ પર આપવામાં આવેલા પોતાના બોર્ડિંગ પાસની તસવીર ટ્વીટ કરી પ્રશ્ન કર્યો હતો, આ રીતે બંને નેતાઓની તસવીર કેવી રીતે આવી શકે? તેમણે ટ્વીટ કરી છે કે, આજે ૨૫ માર્ચ ૨૦૧૯એ ન્યૂ દેલ્હી એરપોર્ટ પર મારા એર ઇન્ડિયાના બોર્ડિંગ પાસમાં નરેન્દ્ર મોદી વાઈબ્રંટ ગુજરાત અને વિજય રૂપાણીની તસવીરો છે. તેમણે કહ્યું છે કે, આપણે નિર્વાચન આયોગ પર આટલા પૈસા કેમ બગાડીએ છીએ, જેને આ બધું દેખાતું જ નથી, તેઓ સાંભળતા નથી અને બોલતા પણ નથી.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, બોર્ડિંગ પાસ જાન્યુઆરીમાં આયોજિત વાઈબ્રંટ ગુજરાત સમિટ દરમિયાન છાપવામાં આવ્યા હતા અને ‘ત્રીજા પક્ષ’ના જાહેરતનો જ ભાગ હતી. તેમણે કહ્યું કે, તેની સાથે એર ઇન્ડિયાને કઈં લેવાદેવા નથી. જોકે અમે તપાસ કરી રહ્યા છીએ કે, ત્રીજા પક્ષની આ જાહેરાત આચાર સંહિતા અંતર્ગત આવે છે કે નહીં. જો આવતી હશે તો, તેને દૂર કરવામાં આવશે. આ બોર્ડિંગ પાસ માત્ર ગુજરાત નહીં, પરંતુ આખા ભારત માટે છે .

 ઉલ્લેખનિય છે કે, ૨૦ માર્ચે તૃણમૂલ કાંગ્રેસે ફરિયાદ કરી ત્યારબાદથી રેલ્વે ટિકિટ પરથી પીએમ મોદીની તસવીર દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Read Also

Related posts

Video : એક ફિલ્મ ફ્લોપ શું થઇ આમિર ખાનના આવ્યાં આવા દિવસો, ઇકોનામી ક્લાસમાં કરી રહ્યો છે ટ્રાવેલ!

Bansari

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar