GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

મોદી માટે ઈમરાન ખાને ખોલ્યુ એરસ્પેસ, પાકિસ્તાન થઈને અહીં જશે PMનું વિમાન

આગામી 13 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કિર્ગીસ્તાનની યાત્રા માટે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલવા માટે મંજૂરી આપી છે. પીએમ મોદી કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાનારી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેનની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે. ત્યારે પીએમ મોદીને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવા દેવા માટે પાકિસ્તાન સૈદ્ધાંતિકરૂપે રાજી થઇ ગયું છે.

ભારતે પાકિસ્તાનને અપીલ કરી હતી કે મોદીના કિર્ગીસ્તાન પ્રવાસ માટે તે પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપે. મહત્વનું છે કે પુલવામાના આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી.

બીજે દિવસે પાકિસ્તાનના ફાઇટર વિમાનોએ પણ કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી. ત્યાર બાદથી બંને દેશોએ એકબીજા માટે પોતાના હવાઇક્ષેત્ર બંધ કરી દીધા હતા. જો કે પાકિસ્તાને 21 મેના રોજ પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજની બિશ્કેકની યાત્રા માટે એરફિલ્ડના ઉપયોગની છૂટ આપી હતી.

અગાઉ માલદીવ અને શ્રીલંકા ગયા હતા પીએમ

બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત વિદેશ યાત્રાએ ગયેલા નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. તેઓ માલદીવ ગયા હતા અને માલદીવથી જ તેઓ શ્રીલંકાની મુલાકાતે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે મુલાકાત કરી હતી. તો સાથે જ થોડા દિવસ અગાઉ ઈસ્ટર ડેની ઉજવણી સમયે થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાના સ્થળે પણ પહોંચશે અને હતભાગીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી. શ્રીલંકાથી ભારત ફર્યા બાદ પીએમ મોદી તિરુપતિ બાલાજી મંદિર સિશ ઝુકાવવા ગયા હતા.

Read Also

Related posts

સરકારની તિજોરી સુધી પહોંચ્યો કોરોના, નાણામંત્રાલય અને દિલ્હી એલજી ઓફિસમાં મળ્યા પોઝીટીવ

Harshad Patel

Coronaનો આતંક યથાવત: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 415 પોઝીટીવ કેસો, 29 લોકોનાં થયા મોત

Mansi Patel

દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ થઈ શકે છે બંધ, અધધ…. કર્મચારીઓ થયા CORONA પોઝીટીવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!