GSTV

પીએમ મોદીની દુનિયાભરમાં બોલબાલા: અપ્રૂવલ રેટિંગ્સમાં સૌથી આગળ, વિશ્વના તમામ દિગ્ગજ નેતાઓને પછાડ્યા

મોદી

Last Updated on January 1, 2021 by Bansari

કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની દુનિયાભરમાં લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. અમેરિકન એજન્સી મોર્નિંગ કંસલ્ટ (Morning Consult) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. એજન્સી અનુસાર પીએમ મોદીની કુલ અપ્રુવલ રેટિંગ 55 છે. એજન્સી રિપોર્ટમાં તે પણ દર્શાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તમામ વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ છે. આ એજન્સી દુનિયાભરના નેતાઓ અને સરકારની અપ્રુવલ રેટિંગ જારી કરે છે.

આ નેતાઓની પણ વધી લોકપ્રિયતા

મૉર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઇંટેલિજેંસે વર્તમાનમાં 13 દેશો (ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા)ના નેતાઓની અપ્રુવલ રેટિંગ જારી કરી છે. એજન્સીના તાજેતરના સર્વેમાં પીએમ મોદી ઉપરાંત જે નેતાઓની લોકપ્રિયતામાં વધારો થયો છે તેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એંડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોર અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસન સામેલ છે. સર્વે અનુસાર, 22 ડિસેમ્બર સુધી, મેક્સિકન રાષ્ટ્રપતિ એંડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોરનો સ્કોર 29 હતો જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસનનો સ્કોર 27 હતો.

વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે ભારત

આ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી દેશમાં દુનિયાનું સૌથી મોટુ કોરોના વેક્સીન રસીકરણ અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યાં છે. તેમણે ગુજરાતના રાજકોટમાં એમ્સનો પાયો નાંખતા આ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટુ કોવિડ-19 રસીકરણ અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોવિડ સંક્રમણના નવા કેસની સંખ્યા હવે ઓછી થઇ રહી છે. આપણે આગામી વર્ષે દુનિયાનું સૌથી મોટો કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ ચલાવવાની તૈયારી કરી રહ્યાં છીએ.

પીએમ મોદીએ જણાવ્યો 2021નો મંત્ર

મોદી

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, સ્વાસ્થ્ય જ સંપદા છે, વર્ષ 2020એ આપણને આ સારી રીતે શીખવ્યુ છે. ભારત વૈશ્વિક સ્વાસ્થ્યના તંત્રિકા કેન્દ્ર રૂપે ઉભરી આવ્યુ છે. વર્ષ 2021માં આપણે સ્વાસ્થ્ય સેવામાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવાની છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે 2021 માટે આપણો મંત્ર હોવો જોઇએ, દવા પણ કડકાઇ પણ. તેમણે કહ્યું કે, તેની પહેલા મે કહ્યું હતું, જ્યાં સુધી દવા નહી ત્યાં સુધી ઢીલાશ નહી.

Read Also

Related posts

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!