GSTV
Home » News » પીએમ મોદીએ કહ્યું છે કે, બિયર ગ્રેલ્સે મેન વર્સેસ વાઈલ્ડમાં કેવી રીતે હિન્દી સમજી હતી

પીએમ મોદીએ કહ્યું છે કે, બિયર ગ્રેલ્સે મેન વર્સેસ વાઈલ્ડમાં કેવી રીતે હિન્દી સમજી હતી

‘મેન વર્સિઝ વાઇલ્ડ’ કાર્યક્રમની વિશેષ કડી જોયા બાદ મોટાભાગનાં લોકોએ વડાપ્રધાન મોદીને સવાલ કર્યા હતા કે શોનાં સંચાલક બેયર ગ્રિલ્સે તેમની સાથે હિન્દીમાં કેવી રીતે વાત કરી હતી. આ રહસ્ય પરથી રવિવારે મનકી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ખુદ પડદો ઉચક્યો હતો. તેમણે જણાંવ્યું કે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બન્ને વચ્ચે વાતચીત કરવા માટે ટેકનિકનો વિસ્તૃતપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ જણાંવ્યું કે, બેયર ગ્રિલ્સે કાનમાં એક બેતાર ઉપકરમ લગાવ્યું હતું. જ્યારે હું કાંઇ બોલતો ત્યારે તે ઉપકરણ તુરત જ તેને અંગ્રેજીમાં ભાષાંતર કરીને આપતો હતો. હું તેમની સાથે હિન્દીમાં વાત કરતો હતો અને તેઓ તેને અંગ્રેજીમાં સાંભળતા હતાં. આમ અમારી બન્ને વચ્ચેનો સંવાદ બહુ સરળ થઇ ગયો હતો. આ ટેકનોલોજીનો અદભૂત સંયોગ છે. પીએમ મોદીએ જણાંવ્યું કે અમુક લોકો તેમને સંકોચ સાથે પુછતા હતા કે ગ્રિલ્સ હિન્દી કેવી રીતે સમજતા હતાં.

મોદીએ જણાંવ્યું કે લોકો ઘણી ઉત્સુકતા સાથે પુછતા હતા કે, શું તે કડીને બાદમાં સંપાદિત કરાયું હતું? આ કડી માટે કેટલી વખત શૂટીંગ કરવામાં આવ્યું હતું? જો કે આ વાતમાં કોઇ રાજ નથી. ઘણા લોકોનાં દિમાગમાં અનેક સવાલો છે. તેથી હું આ રાજ પરથી પડદો ઉઠાવું છું. હકીકતે આમાં કોઇ રાજ નથી. વાસ્તવિકતા એ છે કે બેયર ગ્રિલ્સ સાથે વાતચીત કરવા માટે ટેકનોલોજીનો વિસ્તૃત ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે જણાંવ્યું કે આ કાર્યક્રમનાં પ્રસારણ બાદ મોટી સંખ્યામાં લોકો જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનને લઇને ચર્ચા કરી રહ્યા છે.

પીએમ મોદીએ જણાંવ્યું કે, તમારે પ્રકૃતિ અને વન્ય જીવો સાથે જોડાયેલા સ્થળોની યાત્રા કરવી જોઇએ. જેમ મેં પહેલા કહ્યું હતું અને હું ભારપૂર્વક કહી રહ્યો છું કે તમારે પૂર્વોત્તર(નોર્થ-ઇસ્ટ)ની યાત્રા કરવી જોઇએ.

મહત્વનું છે કે વડાપ્રધાન મોદી કાર્યક્રમ દરમિયાન બેયર ગ્રિલ્સ સાથે જંગલની વચ્ચે પગપાળા ચાલ્યા અને નદીમાં નાનકડી હોડી લઇને નૌકાવિહાર કર્યું, તેથી તેમનાં દિલ સાથે જોડાયેલા નજીકનાં મુદ્દા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવામાં આવી શકે.

READ ALSO

Related posts

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari

હિન્દી ભાષા સંગ્રામ: અમિત શાહે વિરોધીઓને કહ્યું- અમુક લોકોને રાજનીતિ કરવી છે તો…

Riyaz Parmar

India vs South Africa 2nd T20I: ભારતે જીત્યો ટોસ, ફિલ્ડીંગ પર પસંદગી ઉતારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!