GSTV
India News લોકસભા ચૂંટણી 2019

આજે ફરી મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવતા પહેલા કાલભૈરવના કરશે દર્શન… આવો છે આખો કાર્યક્રમ

pm modi kal bhairav puja

લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી મેદાનમાં છે. ગુરૂવારના મેગા શો બાદ પીએમ મોદીએ આજે વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ સવારે 11થી 12ની વચ્ચે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉમેદવારી પત્ર ભરશે. પીએમ નરેન્દ્ર મોદી સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક હોટલમા પીએમ મોદી બૂથ પ્રમુખ અને પાર્ટી કાર્યકરોને સંબધિત કરશે.

તેઓ 10 વાગ્યા પહેલા કાશીના કોટવાલ બાબા કાલભૈરવના દર્શન પૂજા કરશે અને ત્યાંથી તેઓ મૈદાગિન, કબીરચૌરા, લહુરાબીર, અંધરાપુલ અને નદેસર થઈને કલેક્ટર કચેરી પહોંચશે. કલેક્ટર કચેરી ખાતે રાયફલ ક્લબમાં તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરશે. આ દરમિયાન તેમની સાથે સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.

નીતીશકુમાર, રામવિલાસ પાસવાન, ઉદ્દવ ઠાકરે, સહિતના એનડીએમાં શામિલ પક્ષોને નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો હાજર રહેશે. જોકે 2014ના મુકાબલે 2019માં પીએમ મોદી માટે મુકાબલો સરળ રહેવાની સંભાવના છે. 2014માં મોદી સામે કેજરીવાલ મેદાનમાં હતા. જ્યારે કે આ વખતે પીએમ મોદીનો મુકાબલો કોંગ્રેસના અજય રાય અને સપા-બસપાના સંયુક્ત ઉમેદવાર શાલિની યાદવ સામે છે.

Read Also

Related posts

BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ

pratikshah

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil
GSTV