GSTV
Gujarat Government Advertisement

ધોનીનાં રિટાયરમેન્ટ પર PM મોદીએ લખ્યો ઈમોશનલ પત્ર, 130 કરોડ ભારતીયો નારાજ પણ તમારું યોગદાન કદી યે નહીં ભૂલાય

Last Updated on August 20, 2020 by Karan

ભારતને બે-બે વર્લ્ડકપ જીતાડનારા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગત શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોનીને એક પત્ર લખીને તેના વખાણ કર્યા છે. હવે મહેન્દ્રસિંહ ધોનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ટ્વીટર પર આભાર માન્યો છે.  

પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે તમારામાં નવા ભારતની આત્મા દર્શાય છે. જ્યાં યુવાઓની નિયતી તેમના પરિવારનું નામ નક્કી કરતું નથી પરંતુ તેઓ પોતાનું મુકામ અને નામ પ્રાપ્ત કરે છે.. ધોનીએ ટ્વિટ કરીને પીએમ  મોદીના શુભકામનાઓ માટે આભાર વ્યક્ત કર્યો.

ધોનીએ ટ્વિટ કરીને પીએમ મોદીનો લેટર પોસ્ટ કર્યો. સાથે જ લખ્યું કે એક કલાકાર સૈનિક અને ખેલાડીની પ્રશંસાની ચાહત હોય છે.. તેઓ ઇચ્છે છે કે તેમની મહેનત અને બલિદાનને તમામ લોકો ઓળખે.. પ્રશંસા અને શુભકામનાઓ માટે આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું કે તમે 15 ઓગષ્ટના દિવસે સાધારણ અંદાજમાં એક વીડિયો શેર કર્યો હતો. જે જુનૂની ચર્ચા માટે કાફી હતો. 130 કરોડ ભારતીય નિરાશ છે પરંતુ સાથે જે તે તમે છેલ્લા દોઢ દાયકામાં ભારત માટે કર્યું તેના માટે તમારા આભારી પણ છે.. તેમણે આગળ લખ્યું કે મુશ્કેલ સ્થિતિમાં તમારા પર નિર્ભરતા અને મેચ પૂર્ણ કરવાની તમારી સ્ટાઇલ. ખાસ કરીને 2011ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ. પેઢીઓ સુધી લોકોની યાદમાં રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!