GSTV
Home » News » PM Narendra Modi Movie Review : હકીકત કરતાં મોદીને સંત સ્વરૂપે દર્શાવે છે ફિલ્મ

PM Narendra Modi Movie Review : હકીકત કરતાં મોદીને સંત સ્વરૂપે દર્શાવે છે ફિલ્મ

સ્ટાર રેટિંગ– 2.5 / 5

સ્ટારકાસ્ટ– વિવેક ઓબેરોય, ઝરીના વાહબ, મનોજ જોશી, બરખા સેનગુપ્તા, કિશોરી શહાણે

દિગ્દર્શક– ઓમંગ કુમાર

નિર્માતા– સુરેશ ઓબેરોય, સંદીપ સિંહ, અર્ચના મનીષ અને આનંદ પંડિત

મૂવી રિવ્યુ

પીએમ નરેન્દ્ર મોદીને ભલે બાયોપિક કહેવામાં આવી હોય પરંતુ તેને જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ડાયરેક્ટર ઓમંગ કુમારે આ ફિલ્મમાં બે કલાક સુધી ફક્ત મોદીના વખાણ જ કર્યા છે. આ ફિલ્મમાં મોદીજીને એક એવા વ્યક્તિત્વ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે, જાણે કે તે કોઇ ભગવાન જ છે.

એક બાયોપિક ત્યારે જ રોચક કહી શકાય જ્યારે તમે એક વ્યક્તિના જીવનને પ્રામાણિકતાથી રૂપેરી પડદે દર્શાવો. તમે ભલે તેમની સારપ પર વધુ ફોકસ કરો પરંતુ થોડા-ઘણા અંશે તેમના નકારાત્મક પાસાને પણ દર્સાવવા જોઇએ. જેથી દર્શકો તમારી સ્ટોરી પર વિશ્વાસ કરી શકે. પરંતુ ઓમંગ કુમારે તેમ ન કર્યુ જેનું પરિણામ એ આવ્યું કે ફિલ્મ મોટાભાગે કંટાળાજનક લાગશે. આશ્વર્યની વાત એ છે કે ડાયરેક્ટર પોતાની વાત મનાવવા માટે પોતાના દેશના ઇતિહાસને પણ તોડી-મરોડીને રજૂ કરી શકે છે.

હકીકત કરતાં મોદીને સંત તરીકે દર્શાવવા પર વધુ ફોકસ

મોદીજીના જીવન પર વિવાદિત ઘટનાઓ જેવી કે તેમના લગ્ન, ગુજરાતમાં થયેલી રમખાણો વગેરેને બિલકુલ અલગ રીતે દર્શાવવામાં આવ્યાં છે. સ્ટોરીને હકીકત તરીકે રજૂ કરવા કરતાં તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મોદી સંત-મહાત્મા છે અને તે બસ આજીવન લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરતાં આવ્યાં છે.

ફિલ્મ જોયા બાદ થોડુ સમજાશે કે ચૂંટણી આયોગે શા માટે આ ફિલ્મની રિલિઝ ચૂંટણી પરિણામ સુધી અટકાવી રાખી હતી. ફિલ્મના સ્ક્રીનપ્લેમાં એટલી કલ્પના છે કે એક સીનમાં તો ત્યાં સુધી દર્શાવવામાં આવ્યું કે મોદીજી પોતે આર્મી સાથે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડ્યાં અને કાશ્મીની હિમાચ્છાદિત પહાડીઓના શિખર પર ભારતનો ત્રિરંગો લહેરાવી રહ્યાં છે.

મોદીના રોલમાં ફિટ છે વિવેક ઓબેરોય

ભલે આ ફિલ્મ તમને પસંદ આવે કે ન આવે પરંતુ વિવેક ઓબેરોયે નિષ્ઠા સાથે આ પાત્ર ભજવ્યું છે. તે ફક્ત મોદીજી જેવો લાગતો જ નથી પરંતુ તેના હાવભાવ અને બોડી લેંગ્વેજ પણ બિલકુલ મોદીજી જેવી લાગશે. ઝરીના વહાબે મોદીના માના કિરદારને પૂરતો ન્યાય આપ્યો છે.

ડાયરેક્શન

ઓમંદ કુમારે એક સારી તક ગુમાવી દીધી છે. જેમાં તે મોદીજીના જાદુઇ વ્યક્તિત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતાં હતાં. ગરીબ પરિવારમાં ઉછરીને વડાપ્રધાન બનવા સુધીની મોદીજીની પ્રેરણાદાયક કહાનીને જો પ્રામાણિકતાથી દર્શાવવામાં આવી હોત તો  ફિલ્મ ઘણી રસપ્રદ બની હોત.

ફિલ્મમાં એવું કંઇ નથી જેમાં તમે મોદીજીના જીવનની ઝાંખી જોઇ શકો. જો તમે પણ તેમને એક કરિશ્માઇ નેતા કરતાં એક સંત મહાત્મા વધુ સમજતાં હોય તો તમને આ ફિલ્મ જરૂર પસંદ આવશે.

Read Also

Related posts

ભારતીય ટીમને તેજ બોલરે કહ્યુ કે, ડેબ્યૂ પહેલા ધોનીએ તેમને આપી હતી આ સલાહ!

Ankita Trada

વજન ઓછુ કરવા માટે જિમની મસમોટી ફી નથી ભરવી, તો આ ટ્રીકને અજમાવી બનો પાતળી પરમાર

Ankita Trada

સોનાએ આજે તોડ્યો પોતાનો રેકોર્ડ, ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો વાયદાનો ભાવ, વૈશ્વિક કિંમત પણ આસમાને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!