GSTV

PM મોદીએ G-20માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મંત્રી સ્કોટ મોરિસન સાથે કરી દ્વિપક્ષીય મુલાકાત

Last Updated on June 29, 2019 by Arohi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ઓસાકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મંત્રી સ્કોટ મોરિસન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. બન્ને દેશના વડા વચ્ચે વ્યાપાર, ઉર્જા અને જળવાયુ સંકટ અંગે ચર્ચા કરવામાં આવી. ઓસ્ટ્રેલિયા હમેશા ભારતનું વ્યાપારનું પાર્ટનર રહ્યુ છે. ત્યારે ઓસાકામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ બન્ને દેશ વચ્ચેના સંબંધને નવી ઊંચાઈ મળવાની છે.

“કેટલા સારા છે મોદી”

જી-20 શિખર સંમેલનમાં હાજરી આપવા ગયેલા પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાન મંત્રી સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન પીએમ  મોદી સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફીને સ્કોટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી પીએમ મોદીના વખાણ કર્યા.

તેમણે ટ્વિટ પર લખ્યુ કે, કેટલા સારા છે મોદી. મહત્વપૂર્ણ છે કે, જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો આજે અંતિમ દિવસ છે.

Read Also

Related posts

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!