GSTV

કશ્મીરી નેતાઓને બોલ્યા PM મોદી- જમ્મુ કાશ્મીરને ચૂંટાયેલી સરકાર મળે, જમીની લોકતંત્ર મજબૂત કરીશું

Last Updated on June 24, 2021 by pratik shah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અગ્રિમતામાં જમ્મુ-કાશ્મીરને લઈને મહામંથન બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજીત 3 કલાકથી વધુ ચાલી હતી. કશમીરી નેતાઓ સાથે આ બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક પછી તમામ કાશ્મીરના નેતાઓ, કેન્દ્રના ઓફિસર ઉપરાજ્યપાલ સહિતના લોકો પીએમ આવાસથી પણ નીકળી ગયા હતા.

બીજી તરફ પીએમ મોદી સાથે બેઠક યોજ્યા બાદ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે j&kે પૂર્ણ રાજ્યનો દરરજો ફરીથી મળે, વિધાનસભા ચૂંટણી જલ્દી કરવામાં આને, સાથે સાથે કશ્મીરના પંડિતોની ઘરવાપસી અને તેમના પુનર્વસનની વ્યવસ્થા થાય, બીજીતરફ મુઝફ્ફર હુસૈન બેગે જણાવ્યું કે મે બેઠકમાં જણાવ્યું કે 370 ખત્મ કરવાનો નિર્ણય જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા થવો જોઈએ.

બેઠકમાં અમિતશાહે પાર્ટીઓને કર્યું સંબોધન

જમ્મુ-કાશ્મીરને લઈને સર્વપક્ષીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ પાર્ટીઓને સંબોધિત કરી હતી. ગૃહમંત્રીએ ઘાટીના વિકાસનો સંપૂર્ણ પ્લાન પાર્ટીઓની સામે રાખ્યો હતો, કલમ 370 હટાવ્યા પછી ઘાટીમાં કયા સ્તર પર વિકાસ કરવામાં આવ્યો છે. તે તમામ રાજનીતિક પાર્ટીઓને ભરોસો આપવામાં આવ્યો હતો કે ડિલિમિટેશન પ્રક્રિયામાં તમામ રાજકીય દળોની ભાગીદારી હશે.

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું હતું… ત્યારબાદથી રાજકીય મોરચે સ્થિતિ અસ્થિર થઈ ગઈ.

મહેબૂબા મુફ્તીએ કલમ 370 નો મુદ્દો ઉઠાવ્યો 

મહેબૂબા મુફ્તી (પીડીપી પ્રમુખ) એ કહ્યું કે મેં મીટિંગમાં વડા પ્રધાનને કહ્યું હતું કે જો તમારે કલમ 370 ને હટાવવી હતી તો તમારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા બોલાવીને તેને હટાવી દેવી જોઈતી હતી. તેને ગેરકાયદેસર રીતે દૂર કરવાનો કોઈ અધિકાર નહોતો. અમે બંધારણ અને કાનૂની રીતે કલમ Article 370 ને પુનર્સ્થાપિત કરવા માગીએ છીએ. બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યું કે આજે સારા વાતાવરણમાં વાતચીત થઈ. દરેક વ્યક્તિએ વિગતવાર પોતાની વાત રજુ કરી. વડા પ્રધાન અને ગૃહ પ્રધાને બધાની વાત સાંભળી. PMએ કહ્યું કે, સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.

PM મોદી અને જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક બાદ, ભાજપ નેતા કવિંદર ગુપ્તાએ કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ તેમના મંતવ્યો રજૂ કર્યા. મને લાગે છે કે આગામી સમયમાં રાજકીય પ્રક્રિયા શરૂ થવાની છે. સીમાંકન પ્રક્રિયા બાદ પણ ચૂંટણીઓ યોજાશે. ફરી એક વાર ત્યાં વિધાનસભાની રચના કરવામાં આવશે.

READ ALSO

Related posts

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!