GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

“વારાણસીના બદલે અમારા રાજ્યમાંથી મોદી ચૂંટણી લડે તો 10ને બદલે 120 સીટો જીતાડીશું”

ગુજરાત અને યુપીને પોતાનો ગઢ બનાવનાર નરેન્દ્ર મોદી અાજે ભાજપનો ચહેરો છે. મોદીના મદાર પર જ ભાજપ ફરી દિલ્હીની ગાદી પર બિરાજશે. ભાજપને દેશભરમાં જીતાડનાર મોદી મામલે હવે તેઅો ક્યાંથી ચૂંટણી લડશે અે બાબતે રસાકસી જામી છે. મોદી માટે કહેવાય છે કે તેમને સોમનાથ (ગુજરાત)ની ધરતીથી શરૂઅાત કરી કાશી વિશ્વનાથ (બનારસ)થી જીતી પીએમ બન્યા છે. હવે  મોદી શું હવે જગન્નાથ (પુરી) જશે? જો પીએમ મોદી ઓડિશા ભાજપની ભલામણોનું  માનીએ તો તેઓ નરસિંહા રાવ પછી બીજા એવા સિટિંગ પીએમ હશે, જે ભારતના આ પૂર્વ પ્રદેશમાંથી ચૂંટણી લડશે. પૂર્વ પીએમ નરસિંહા રાવે ૧૯૯૬માં પીએમ પદે રહેવા દરમિયાન આવું કર્યું હતું. રાવે ઓડિશાના બરહામપુર બેઠક પરથી ૬૨.૫ ટકા વોટ મેળવી મોટા અંતરેથી ચૂંટણી જીતી હતી. મોદી માટે દેશની કોઈ પણ સીટ અધરી ન હોવા છતાં હાલમાં અા સીટ પર બીજેડીનો દબદબો છે.

  1. 7 વિધાનસભાની લોકસબા બેઠકમાં ભાજપ પાસે અેક બેઠક
  2. 21 લોકસભા ધરાવતી અોડિશામાં ભાજપ પાસે 1 બેઠક
  3. કોંગ્રેસ બીજા નંબરની અને ભાજપ ત્રીજા નંબરની પાર્ટી
  4. લોકસભામાં કોંગ્રેસનાં સૂપડાં થયાં હતાં સાફ
  5. 20 લોકસભા બેઠક સાથે બીજેડી છે નંબર વન પાર્ટી

7 વિધાનસભાની સીટ ધરાવતી પૂરીની લોકસભા બેઠક પર માત્ર ભાજપ પાસે અેક જ બેઠક છે. અામ છતાં અોડિશા ભાજપ મોદીના સહારે વિધાનસભા જીતવા માગે છે. અોડિશામાં લોકસભા અને વિધાનસભાની અેક સાથે ચૂંટણી છે. અા વર્ષે અોડિશામાં સરકાર વિરોધ લહેર છે. અોડિશાનું ભાજપ અેકમ દાવો કરી રહયું છે કે, મોદી પૂરીથી ચૂંટણી લડવાની તૈયારી બતાવે તો ભાજપ 147 સીટોની વિધાનસભામાંથી 120 સીટો જીતીને બતાવશે. હાલમાં પૂરી લોસકભાની સીટ પર પિનાકી મિશ્રા બીજેડીના સાંસદ છે. પ્રધાનમંત્રી હાલમાં વારાણસી બેઠકના સાંસદ છે. મોદીઅે ગત લોકસભાની ચૂંટણી વડોદરા અને વારાણસીથી લડી હતી.અાખરે વડોદરાની બેઠકને બદલે વારાણસીના સાંસદ બનવાનું પસંદ કર્યું હતું.  મોદી વારાણસી બેઠક પરના ઉમેદવાર હોવાથી અમિત શાહે અેક મહિના પહેલાં જ દેશના કેબિનેટ મંત્રીઅોને વારાણસીની મુલાકાત લઇ તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે લેફ્ટ રાઈટ લઈ લીધી હતી. મોદી વારણસીથી જ ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના હોવા છતાં અોડિશા પ્રમુખે  અા અંગેનો પ્રસ્તાવ પાર્ટી સંસદિય બોર્ડમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. અોડિશામાં અા વર્ષે 2019માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અેક સાથે છે. જે માટે મોદી રિસ્ક લઇ શકે છે.

ભાજપ ત્રીજા નંબરની પાર્ટી છે

પુરીથી મોદીના ચૂંટણી લડવાથી ભાજપ પૂર્વ ભારતે લઈને ચાલી રહેલી પોતાની રણનીતિને વધુ મજબૂતી આપી શકશે. હવે પીએમ મોદી પુરીથી ચૂંટણી લડવાના હોવાની વાતો ઉડી છે. ભાજપ તેને લઈને ગ્રાઉન્‍ડ વર્ક કરતો પણ જોવા મળી રહ્યો છે. રવિવારે ઓડિશા ભાજપની સ્‍ટેટ અક્‍ઝિક્‍યુટિવની બેઠક મળી હતી. તેમાં કેન્‍દ્રિય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન અને સ્‍મૃતિ ઈરાની પણ સામેલ થયા હતા. અોડિશામાં 21 લોકસભાની બેઠક છે. જેમાં ભાજપ પાસે માત્ર અેક બેઠક છે. સુંદરગઢમાંથી જુઅાલ અોરામ વિજેતા બન્યા હતા. મોદીની લહેરમાં પણ બીજેડીને કોઈ અસર થઈ ન હતી. અા  રાજ્યમાં મત અાધારિત ગણતરી જોઈઅે તો અોડિશામાં બીજેડી સાથે 44 ટકા મતદારો અને ભાજપ સાથે 24 ટકા મતદારો જોડાયેલા છે. કોંગ્રેસની સ્થિતિ સારી છે. કોંગ્રેસને ગત લોકસભામાં 26 ટકા વોટ શેર મળ્યો હતો પણ અેક પણ બેઠક મળી ન હતી. વિધાનસભાની બેઠકમાં  પણ બીજેડી પાસે 116 સીટો છે. કોંગ્રેસ 16 અને બીજેપી 10 સીટો પર વિજેતા છે. અા સ્થિતિમાં ફક્ત મોદીના સહારે અોડિશા ભાજપ વિધાનસભાની પણ ચૂંટણી જીતવા માગે છે.

લોકો માટે ‘રાઈટ સિગ્નલ’ હશે

ભાજપ સૂત્રોએ જણાવ્‍યું કે, તેમાં રાજયની રાજકીય સ્‍થિતિની સાથે-સાથે મોદીની પુરીથી લડવાની શક્‍યતાઓ પર પણ ચર્ચા થઈ છે. ભાજપના આંતરિક મામલાના જાણકારોનું માનવું છે કે, સોમનાથની ધરતીથી આવીને કાશી વિશ્વનાથની ધરતીનું પ્રતિનિધિત્‍વ કરનારા મોદી જો જગન્નાથ ધામ (પુરી)થી લડે છે તો તે લોકો માટે ‘રાઈટ સિગ્નલ’ હશે. રાજય ભાજપ અધ્‍યક્ષ બસંત પાંડાનું કહેવું છે કે, તેનાથી અહીંના કાર્યકર્તાઓનું મનોબલ પણ ઘણું વધશે. હાલ પુરીથી બીજેડીના પિનાકી મિશ્રા સાંસદ છે.

ગત લોકસભામાં ભાજપને 1 બેઠક મળી હતી

મોદીના પુરીથી લડવાને લઈને બીજો તર્ક પૂર્વ ભારતમાં ભાજપને મજબૂત બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે. ભાજપના એક નેતાએ કહ્યું કે, પશ્વિમી તટના રાજય ગુજરાતથી આવનારા મોદી જો પૂર્વ તટના રાજયથી ચૂંટણી લડે છે, તો એક મજબૂત રાજકીય સંકત જશે. તેમના મુજબ, મોદી એવું કહેતા પણ રહ્યા છે કે, આ પગલાથી એવો મેસેજ જશે કે પશ્વિમી ભારતની સાથે-સાથે વિકાસની મુખ્‍યધારામાં પૂર્વ ભારત પણ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ પણ ઘણી વખત કહી ચૂક્‍યા છે કે, પશ્વિમ બંગાળ અને તેલંગાણાની સાથે-સાથે ઓડિશા પણ તેમની પાર્ટીના ફોકસમાં છે. ઓડિશામાં વિધાનસભા ચૂંટણી લોકસભાની સાથે જ થવાની છે. ભાજપને લાગે છે કે, ચોથી વખત સીએમ તરીકે પોતાની દાવેદારીને લઈને ઉતરનારા નવીન પટનાયક સામે સત્તા વિરોધી માહોલ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઓડિશાની ૨૧માંથી એક, પશ્વિમ બંગાળની ૪૨માંથી ૨ અને તેલંગણાની ૧૭માંથી એક તેમજ આંધ્ર પ્રદેશની ૨૫માંથી ૨ બેઠકો પર જીત મળી હતી.

Related posts

કોંગ્રેસમાં સૌથી મોટો ફેરબદલ : હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક, પાટીદાર સમીકરણો ચાલ્યા

Ankita Trada

PM મોદીએ કોરોનાની સ્થિતિ જાણવા દિલ્હીમાં યોજી ઉચ્ચસ્તરીય બેઠક, અમદાવાદના આ પ્રયોગને લાગુ કરવા આપ્યો આદેશ

Mansi Patel

અહીં ગામમાં નિકળ્યો 15 ફૂટ લાંબો કોબ્રા, પકડવા જતાં વન વિભાગની ટીમને પણ પરસેવો છૂટી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!