GSTV
Gujarat Government Advertisement

નવ કરોડ યુવાઓએ મત આપી પીએમ મોદી પર મુક્યો છે વિશ્વાસ, બેરોજગારી માટે જવાબદાર નથી માનતા પણ આશા રાખે છે કે…

Last Updated on May 24, 2019 by Arohi

અભૂતપૂર્વ સફળતાના એક મહત્વના કારણ તરીકે દેશના આઠથી નવ કરોડ નવા યુવા મતદારો ઉમેરાયા તે પણ છે. વિપક્ષોના આશ્ચર્ય વચ્ચે આ નવા મતદારો અને અન્ય યુવાઓ બેરોજગારી માટે મોદીને જવાબદાર માનતા નથી, ઉલટાના તેઓ મોદીને એક આશા તરીકે જુએ છે કે જો મોદી ફરી આવશે તો કંઈક ઉકેલ મળશે. વર્ષ ૨૦૦૦ની સાલની આજુબાજુ જન્મેલા આજના ટીનેજરોને જ્યારથી સમજણ આવી ત્યારથી  તેમણે સર્વત્ર મોદીનો જ ચહેરો જોયો છે. એ જ યુવાવર્ગને પોતાની સાથે જોડવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે.

નરેન્દ્ર મોદીને સૌથી વધુ સાથ તેમના પોતાના હોમવર્કનો મળ્યો છે. તેમના રાત ઉજાગરાઓ આ પરિણામને કારણે ઐતિહાસિક જાગરણ બની ગયા છે. તેમની વિચારશીલતાને કારણે જ તેમના ચૂંટણી પ્રચાર માટેના ભાષણો જે ડિજિટલ પ્રણાલિકાથી કરોડો લોકો સુધી પહોંચ્યા તેમાં સતત તેમણે છેવાડાના કોમનમેનને ટચ થાય એ સંવેદના, એ અભિગમ અને એ ભાષાનો ઉપયોગ કર્યો છે.

નાગરિકશાસ્ત્રમાં ભણાવવામાં આવતું હતું કે બધા એમ.પી. મળીને એક પી.એમ. નક્કી કરે છે પરંતુ આ વખતે ૨૦૧૯માં તો એક પીએમે બધા  એમપી નક્કી કર્યા છે, જીતાડયા છે! ભૂખ-તરસ વેઠીનેય તેમણે દેશની દસે દિશાઓ ખૂંદી વળીના એકલે હાથે જે વાત કરી એમાં વારંવાર  તેમના હૃદયની, અંત:કરણની જે ભાવનાઓ અભિવ્યક્ત થઈ. એણે જ દેશના કરોડો નાગરિકો સાથે ભાજપનો તાર જોડી આપ્યો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!